Elon Musk X Mail Feature: એક તરફ એલન મસ્ત ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં Jio અને Airtel ગભરાઈ ગયા છે તો બીજી બાજુ મસ્ક Google ના CEO સુંદર પિચાઈનું ટેન્શન વધનાર છે. જોકે એલન મસ્કનો ફોકસ હંમેશાંથી જ સ્પેશ એક્સપ્લોરેશન અને સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ ર રહ્યું છે, પરંતુ X ના હસ્તાંતરણથી તેઓ સોફ્ટવેર સેવાઓમાં પણ ઘણો રસ દાખવી રહ્યા છે. હાલમાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્ક X ને “Everything App” બનાવવાના પ્લાનિંગ કરી રહ્યા છે, જેમાં પેમેન્ટ ઓપ્શન જેવા ફીચર્સ પણ હશે પરંતુ હવે Android Policeના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મસ્ક Gmail ને ટક્કર આપવાની તૈયારીમાં છે. ચલો જાણીએ તેના વિશે... X પર નવું જોબ પોર્ટલ અને AI ચેટબોટ X પહેલાથી જ એક જોબ પોર્ટલ લઈને આવી ગયું છે જે સીધું LinkedIn ની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. તેના સિવાય મસ્કે “Grok” AI ચેટબોટને તમામ માટે ફ્રી કરી દીધું છે. ત્યારબાદ હવે મસ્ક એક નવી ઈમેલ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યો છે, જે Google Gmail ને ટક્કર આપી શકે છે. X મેલ માટે આ સંકેત હાલમાં જ એક X યૂઝરે સજેશન આપ્યું હતું કે “X મેલ” સારો ઓપ્શન રહેશે અને ઈમેલ એડ્રેસનું ફોર્મેટ “ username@x.com ” હોઈ શકે છે. ત્યારબાદ આ પોસ્ટના જવાબમાં મસ્કે કહ્યું હતું કે, હા, આ અમારી ચીજોની લિસ્ટમાં છે. ફેબ્રુઆરીમાં પણ મસ્કે તેનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે આ સર્વિસ ખુબ જલ્દીથી આવનાર છે. TBH i'd just like an email address that goes into a plain txt DM inbox and abstracts the annoying & messy threads/formatting mess that is email the main nice thing about email is that it is a universal handle system and compatible with everything so you dont have to download a… — Ross (@rpoo) December 16, 2024 X મેલમાં શું હશે ખાસ? તાજેતરના રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે X મેલમાં DM સ્ટાઈલ ઈન્ટરફેસ જોવા મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઈમેલ સીધાસાદા ટેક્સ્ટમાં ઈનબોક્સમાં આવશે અને રેગુલર ઈમેલના થ્રેડ અને કોમ્પ્લેક્સ ફોર્મેટથી છૂટકારો મળશે. X મેલ આપી શકશે Gmail ને ટક્કર? તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં Gmailના 1.8 બિલિયનથી પણ વધારે એક્ટિવ યૂઝર્સ છે. Gmail પોતાની એડવાન્સ સર્ચ, Google Workspace ઈન્ટીગ્રેશન અને દમદાર સિક્યોરિટી માટે જાણીતું છે. એવામાં X મેલને સફળ થવા માટે આ ફીચર્સના મુકાબલે કઈક અલગ અને નવું લાવવું પડશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.