NEWS

હાથ-પગની કાળાશ દૂર કરવા ઘરે આ પેક બનાવો અને લગાવો, નવરાત્રીમાં સ્કિન મસ્ત ગોરી થઇ જશે

આ પેક અસરકારક છે. Remove Tanning From Feet: સ્કિનની કેર તમે કેવી રીતે કરો છો એ બહુ મહત્વનું છે. મોટાભાગના લોકો ફેસ પર જ ધ્યાન આપતા હોય છે જેના કારણે હાથ-પગની સ્કિન કાળી પડવા લાગે છે. હાથ-પગની સ્કિન પર તમે પ્રોપર રીતે ધ્યાન આપતા નથી તો કાળાશ થવા લાગે છે. આ કારણે તમે શોર્ટ્સ તેમજ બીજા કપડાં પહેરી શકતા નથી. આ સાથે તમે શરમ અનુભવો છો. આ માટે ચહેરાની સાથે-સાથે હાથ-પગની સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. આ પેક તમે નવરાત્રીમાં લગાવો છો તો સ્કિન મસ્ત રહેશે. આ પણ વાંચો: પેનનાં ઢાંકણથી મિનિટોમાં સાફ થઈ જશે ગંદા સોફા, પાણીની જરૂર નહીં પડે આમ, તમારા હાથ-પગની સ્કિન કાળી પડી ગઈ છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એક પેક વિશે જણાવીશું જેની મદદથી તમે સ્કિનને મસ્ત ગોરી કરી શકો છો. આ પેક તમારા માટે બહુ કામનો છે. આ પેક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો જાણો આ પેક કેવી રીતે બનાવશો. બે ચમચી ઘઉંનો લોટ અડધી ચમચી ઇનો આ પણ વાંચો: નવરાત્રીમાં ડસ્ટ એલર્જીથી બચવા મોંમા મૂકી દો આ વસ્તુ, હેલ્થ માટે છે બેસ્ટ એક ચમચી લીંબુનો રસ આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક કાચનો બાઉલ લો અને એમાં અડધી ચમચી ઇનો પાવડર લો. ત્યારબાદ ગરમ પાણી નાખો. આમ કરવાથી એક્ટિવેટ થઈ જશે. આ પેસ્ટમાં હવે બેથી ત્રણ ચમચી ઘઉંનો લોટ મિક્સ કરો. ધ્યાન રાખો કે ઘઉંની માત્રા તમારા બોડીના હિસાબથી લેવાની રહેશે. આ બધી વસ્તુઓને બરાબર ફેંટી લો. ત્યારબાદ એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તો તૈયાર છે ડી-ટેન પેક. આ પેક લગાવતા પહેલાં હાથ-પગની સ્કિનને પાણીથી ક્લિન કરી દો. હવે આ પેક હાથ-પગની સ્કિન પર લગાવો અને 10 મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ 20 મિનિટ પછી હાથ-પગ ધોઈ લો. આ પેક તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનો રહેશે. આ પેક તમારે ચહેરા પર લગાવવાનો નથી. આ ડી-ટેન પેકથી સ્કિન મસ્ત થઈ જશે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.