NEWS

Aaj Nu Panchang: વાંચો 7 ઓક્ટોબરનું પંચાંગ, શુભ મુહૂર્ત, તિથિ અને શુભ-અશુભ ચોઘડિયાં

આજનું પંચાંગ Aaj Nu Panchang: ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે આસો સુદ ચૌથ છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે ઓક્ટોબર મહિનાની 7 તારીખ અને સોમવાર છે. લોકો કોઈ પણ શુભ કામ કરતા પહેલા ચોઘડિયું એટલે કે સારું મૂહૂર્ત જોતા હોય છે. આજના તિથિ, વાર, ચોઘડિયાં સહિતની માહિતી મેળવીએ. આજની તિથિ : આસો સુદ ચૌથ, વિક્રમ સંવત: 2080 ઉત્તર ભારતીય તિથિ: આશ્વિન શુક્લ ચતુર્થી, વિક્રમ સંવત: 2081 દિવસના ચોઘડિયા: અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ તહેવાર - પાંચમુ નોરતું ( માતા સ્કંદમાતાની પૂજા) વિશેષ યોગ - આજના શુભ ચોઘડિયાનો સમય: આજે સવારે 6.34થી 8.03 સુધી અમૃત, 09.31થી 10.59 સુધી શુભ, 13.55થી 15.23 સુધી ચલ, 15.23થી 16.52 સુધી લાભ, 16.52થી 18.20 સુધી અમૃત અને 18.21થી 19.52 સુધી ચલ ચોઘડિયું રહેશે નક્ષત્ર: આજે મધરાત્રે 2.25 સુધી અનુરાધા ત્યારબાદ જ્યેષ્ઠા રાહુકાળ સમય: 7.30થઈ 06.00 કરણ: બળ અમદાવાદ શહેરમાં આજે સવારે 06.34 વાગ્યે સુર્યોદય થશે અને 18.20 વાગ્યે અસ્ત થશે. સુરત શહેરમાં આજે સવારે 06.33 વાગ્યે સુર્યોદય અને 18.20 વાગ્યે અસ્ત થશે. આજે આખો દિવસ વૃશ્ચિક (ન,ય) રાશિ. ચોઘડિયાંનો સમય સામાન્ય રીતે ચોઘડિયાંનો સમય આશરે દોઢ કલાક એટલે કે 90 મિનિટ હોય છે. ચોઘડિયાં સવાર અને રાત્રિ એમ બે પ્રકારના હોય છે. સવારના ચોઘડિયાંનો સમય સવારે છ વાગ્યે અને સાંજના ચોઘડિયાંનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સૂર્યોદય સાથે સવારના ચોઘડિયાંની શરૂઆત થાય છે અને સૂર્યાસ્ત પછી રાત્રિના ચોઘડિયાંની શરૂઆત થાય છે. તમે જોયું હશે કે દરેક કેલેન્ડરમાં સૂર્ય કેટલા વાગ્યે ઊગશે અને કેટલા વાગ્યે અસ્ત થશે તેની વિગત આપવામાં આવે છે. એ પાછળનું કારણ પણ આ જ છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે. જેમાં શુભ, અશુભ અને મધ્યમ ચોઘડિયાંનો સમાવેશ થાય છે. શુભ ચોઘડિયાં: શુભ, અમૃત, લાભ, અશુભ ચોઘડિયાં: ઉદ્વેગ, કાળ, રોગ મધ્યમ ચોઘડિયું: ચલ ચોઘડિયાં કેવી રીતે જોવા? દરેક વારનો એક સ્વામી હોય છે, અને જે તે વારનાં ચોઘડિયાની શરૂઆત નક્કી જ હોય છે. દા.ત. દરેક સોમવારે પ્રથમ ચોઘડિયું અમૃત જ હોય છે. એવી રીતે મંગળવારે પ્રથમ ચોઘડિયું રોગ જ હોય છે. ચોઘડિયું - વાર ઉદ્વેગ - રવિવાર અમૃત - સોમવાર રોગ - મંગળવાર લાભ - બુધવાર શુભ - ગુરુવાર ચલ - શુક્રવાર કાળ - શનિવાર None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.