NEWS

ભાઈ-બહેનના લગ્ન કરાવી દીધા, બંને બની ગયા પતિ-પત્ની, પરણેલા કપલના પણ ફરી વાર લગ્ન કરાવ્યા, કારણ જાણી ચોંકી જશો

પ્રતિકાત્મક તસવીર હાથરસ: ઉત્તર પ્રદેશના હાથરસમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સંબંધમાં ભાઈ-બહેને એકબીજા સાથે લગ્ન કરીને પતિ-પત્ની બનાવી દીધા હતા. એટલું જ નહીં પણ સરકારી રુપિયા લેવા માટે પહેલાથી પરણેલા કપલને પણ ફરી વાર લગ્ન કરાવી દીધા હતા. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ આ મામલાનો ખુલાસો થયો. તેના પર સ્થાનિક એસડીએમે એક્શન લેતા તપાસ કરી યોગ્ય કાર્યવાહીના આદેશ આપ્યા છે. હાથરસમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ સંમેલનમાં મળતા રુપિયામાં મોટો તોડ કરી નાખ્યો. અહીંના સિકંદરારાઉના મોહલ્લા ગઢી બુદ્ધુના રહેવાસી બે પરણેલા કપલના ફરીથી લગ્ન કરાવ્યા. તેની સાથે જ સંબંધમાં ભાઈ-બહેન થતાં લોકોના પણ લગ્ન કરાવી નાખ્યા. આ મામલાને લઈને સ્થાનિક લોકોએ એસડીએમ પાસે જઈને તેની ફરિયાદ કરી હતી. હવે આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, ફરિયાદ કરનારાએ જણાવ્યું કે, નગર પાલિકાના એક કર્મચારીએ મોહલ્લાની બે પરણેલી મહિલાઓના ફરીથી લગ્ન કરાવી દીધા. આ ઉપરાંત સંબંધમાં ભાઈ-બહેનના પણ લગ્ન કરાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ લોકોએ અનુદાન તરીકે મળતા સરકારી રુપિયા માટે આવું કર્યું. મામલામાં ઈઓનું કહેવું છે કે, ફરિયાદની તપાસ કરવામાં આવશે દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો: ભારે કરી: 6 વર્ષથી સ્કૂલે નહોતા આવતા મેડમ, દર મહિને મળતી હતી સેલરી, હેડમાસ્ટરે કર્યો હતો મોટો જુગાડ એસડીએમ વેદ સિંહ ચૌહાણે કહ્યું કે, મામલો ધ્યાનમાં આવ્યો છે. યોગ્ય તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અહીં ઉલ્લેખનિય છે કે, હાથરસમાં ગત 15 ડિસેમ્બરે સામૂહિક વિવાહ સંમેલન આયોજીત કરવામાં આવ્યા હતા. તેમાં 217 કપલના લગ્ન કરવામાં આવ્યા હતા. યોજના અનુસાર, એક કપલને લગ્ન પર 51 હજાર રુપિયા આપવામાં આવે છે, તેમાંથી 31 હજાર દુલ્હનના ખાતામાં અને 10 હજાર વરના ખાતામાં નાખવામાં આવે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.