NEWS

હૃતિક રોશન બીજીવાર ક્યારે પરણ્યો? એનિવર્સરી પોસ્ટ જોઈને ભડક્યા ફેન્સ, કર્યા આવાં અટપટા સવાલો

Image Source : INSTAGRAM Hrithik roshan and saba azad anniversary post: લાંબા સમયથી હૃતિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને સામાન્ય રીતે અનેક ઇવેન્ટમાં સાથે જોવા મળતા હોય છે. રજાઓની મજા પણ બંને સાથે માણતા હોય છે. સોશિયલ મીડિયામાં અનેકવાર હૃતિક રોશન પોતાની આ વાત કરી ચૂક્યો છે. સબા આઝાદ હૃતિક રોશન કરતાં 12 વર્ષ નાની છે, તેમ છતાં બંનેની વચ્ચે કમાલનો તાલમેલ અને કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંને એકસાથે રિલેશનશિપમાં આવ્યાં અને આ વાતને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે. આટલું જ નહીં સ્પેશિયલ પોસ્ટ પણ શેર કરી છે. હૃતિક રોશન અને સબા આઝાદ આ દિવસોમાં રજાઓની મજા માણી રહ્યાં છે. આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હૃતિક રોશને તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “હેપ્પી એનિવર્સરી પાર્ટનર(હાર્ટ ઇમોજી)1.10.2024.” એક્ટરની પૂર્વ પત્ની સુઝૈન ખાને આ પોસ્ટ પર રિએક્શન પણ આપ્યું છે. સુઝેને “સુપર ફોટો” લખીને કોમેન્ટ કરી છે. હૃતિક રોશનની બહેન પશ્મીનાએ કોમેન્ટ કરી છે કે “ઓહ માય ડે”. આ સાથે બીજા અનેક સેલેબ્સે પણ કોમેન્ટ્સ કરી છે. આ પણ વાંચો: ગોવિંદાને જ્યારે ગોળી વાગી ત્યારે પત્ની સુનીતા ક્યાં હતી? માત્ર 1 વ્યક્તિ ત્યાં હતો હાજર હૃતિક રોશનની આ લેટેસ્ટ પોસ્ટ જોઈને ફેન્સ કન્ફ્યૂઝ થઈ ગયા છે. આ સાથે લગ્નને લઈને અનેક સવાલો કર્યા છે. હૃતિક રોશનના એક ફેને લખ્યું છે કે, “આખરે લગ્ન ક્યારે થયા?” આ સાથે બીજા એક ફેને કોમેન્ટ કરી છે કે “આ લોકોના લગ્ન ક્યારે થયા?” આ સાથે એક ફેને કોમેન્ટ કરી છે કે “લગ્ન વિશે જણાવ્યું નહીં તો હવે એનિવર્સરી કેવી રીતે.” આમ, લોકોએ જાતજાતના રિએક્શન આપ્યાં છે. આ પણ વાંચો: રેડ ગાઉનમાં શ્વેતા તિવારી લાગી હુસ્નની પરી, જોઈ લો એક પછી એક તસવીરો ઉલ્લેખનીય છે કે સબા અને હૃતિક રોશન પહેલીવાર ફેબ્રુઆરી 2022માં ડિનર ડેટ પર એકસાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ વર્ષ 2022માં બંને કરણ જોહરના 50માં બર્થડે પર હાથમાં હાથ નાખીને પાર્ટી એન્જોય કરતા જોવા મળ્યા હતા. સબા લેટેસ્ટમાં હૃતિક રોશનના પિતા રાકેશ રોશનના ઘરે ગણેશ ચતુર્થી સમારોહમાં જોવા મળી હતી. આ સાથે ગયા વર્ષે દિવાળી પણ જોવા મળી હતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.