ક્યારથી ક્યાં સુધી દેખાશે સૂર્યગ્રહણ? જાણો બધું જ... શ્રાદ્ધ પક્ષ સર્વપિત્રૃ અમાસના દિવસે સમાપ્ત થશે, પરંતુ આ દિવસે સૂર્યગ્રહણ થવાનું છે અને ખાસ વાત એ છે કે પિતૃ પક્ષની શરૂઆત ચંદ્રગ્રહણ સાથે થઈ હતી. સર્વપિત્રૃ અમાસ પર થનારું ગ્રહણ એ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે અને ભોપાલ નિવાસી જ્યોતિષ પંડિત યોગેશ ચૌરેના ને જણાવ્યા અનુસાર, આ સૂર્યગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ નહીં હોય પરંતુ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે, જેને રિંગ ઑફ ફાયર પણ કહેવામાં આવે છે. આવો જાણીએ આ ગ્રહણ કેટલો સમય ચાલશે અને ક્યાં દેખાશે. ક્યારે અને ક્યા સુધી ચાલશે સૂર્યગ્રહણ 2024 સૂર્યગ્રહણની શરૂઆતઃ રાત્રે 9.13 કલાકે શરૂ થશે. સૂર્યગ્રહણની પૂર્ણાહુતિ: 3 ઓક્ટોબરની મધ્યરાત્રિએ 3:17 કલાકે પુર્ણ થશે. વૈજ્ઞાનિકોના મતે આ સંપૂર્ણ સૂર્યગ્રહણ ન હોવાથી આકાશમાં કેટલિક જગ્યાએ રીંગ ઓફ ફાયર દેખાશે. રિંગ ઓફ ફાયરને પૂર્ણ થવામાં 3 કલાકથી વધુ સમય લાગી શકે છે, પરંતુ રિંગ ઓફ ફાયર થોડી સેકન્ડથી 12 સેકન્ડ સુધી જોઈ શકાય છે. રીંગ ઓફ ફાયર કેવી રીતે બને છે? વૈજ્ઞાનિકોના મતે જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે. જો સાદા શબ્દોમાં સમજીએ તો જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વી પર સૂર્યપ્રકાશ પડતો નથી. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ પણ વાંચો: Surya Gochar: આવી ગયા આ રાશિઓના અચ્છે દિન, સૂર્ય કરશે મિત્ર મંગળના ઘરમાં પ્રવેશ; મળશે અપાર રૂપિયો આ સમયગાળા દરમિયાન ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. જેના કારણે તેનું અંતર બદલાતું રહે છે. જેના કારણે ચંદ્ર ક્યારેક પૃથ્વીથી દૂર તો ક્યારેક નજીક દેખાય છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક હોય છે, ત્યારે તે મોટો દેખાય છે અને જ્યારે તે દૂર હોય છે, ત્યારે તે નાનો દેખાય છે. જો સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીની નજીક હોય, તો તેના મોટા કદને કારણે તે પૃથ્વીથી સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે. જો તેનું અંતર વધારે હોય, તો તેના નાના કદને કારણે, તે માત્ર અંતરના મધ્ય ભાગને જ આવરી લેવામાં સક્ષમ છે અને આવી સ્થિતિમાં સૂર્યની આસપાસ એક રિંગ રચાતી જોવા મળે છે. જેને રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. રિંગ ઓફ ફાયર પૂર્ણ થવામાં 3 કલાકથી વધુ સમય લાગી શકે છે. જો કે, તેની અવધિ થોડી સેકન્ડથી લઈને 12 સેકન્ડ સુધી જોઈ શકાય છે. આ પણ વાંચો: Surya Grahan: સર્વપિતૃ અમાસ પર સૂર્યગ્રહણનો ઓછાયો, કરી લો આ ઉપાય; મળશે પિતૃઓના આશીર્વાદ ક્યાં દેખાશે ? વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, આર્જેન્ટિના, ફિજી અને ચિલી સહિતના અન્ય વિસ્તારોમાં જોઈ શકાશે પરંતુ ભારતમાં જોવા નહીં મળે. None
Popular Tags:
Share This Post:
ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પહેલાથી અહીં થાય છે ગરબી, 'દેવતા' રમવા આવે છે રાસ
October 7, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- October 6, 2024
-
- October 6, 2024
-
- October 6, 2024
Featured News
Latest From This Week
દિવાળી પહેલા ગુજરાત સરકારે આપી મોટી ખુશખબર: ફિક્સ પગારના કર્મચારીઓને આ લાભ મળશે
NEWS
- by Sarkai Info
- October 6, 2024
નાના પાયે ધંધો કરવા ઈચ્છુકોને અહીંથી મળશે 10 લાખ રૂપિયાની લોન, આવી રીતે કરો અરજી
NEWS
- by Sarkai Info
- October 6, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.