GUJARATI

iPhone 17 માં Apple કરશે ધમાકો! હોઈ શકે છે નવી ડિસ્પ્લે ટેક્નોલોજી, સામે આવી આ વાત

Apple iPhone 17: તાજેતરમાં એપલે પોતાનો લેટેસ્ટ iPhone 16 સીરિઝને લોન્ચ કરી છે, જે લોકોને ખુબ પસંદ પણ પડી રહી છે. હવે અહેવાલ મળી રહ્યા છે કે Apple ના આગામી iPhone 17 માં એક નવી ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ થઈ શકે છે, જેનાથી ફોનની ડિઝાઈન ખુબ પાતળી થઈ શકે છે. ઈન્ડસ્ટ્રી સોર્સેસના મતે એક તાઈવાની કંપની Novatek એ એક નવા પ્રકારના OLED ડિસ્પ્લે ડેવલોપ કરી છે, જે આગામી વર્ષના iPhones માં ઉપયોગ થઈ શકે છે. ગુજરાત સરકાર આજે ફિક્સ પેના સમય મર્યાદામાં ઘટાડાની કરી શકે છે જાહેરાત : સૂત્ર આ નવી ટેક્નોલોજીનું નામ Touch and Display Driver Integration (TDDI) છે, જે ટચ સેન્સર લેયર અને ડિસ્પ્લે ડ્રાઈવરને એક જ યૂનિટમાં મિલાવે છે. તેનાથી સ્માર્ટફોન ડિસ્પ્લેની જાડાઈ ઘણી ઓછી થઈ શકે છે, સાથે એવું પણ કહેવાય છે કે ફોન પાતળો પણ હોઈ શકે છે. 10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો ક્યારે શરૂ થશે પ્રોડક્શન? DigiTimes ના મતે નોવાટેક આ TDDI OLED પેનલનું પ્રોડક્શન 2025ની બીજી ત્રિમાસિકથી શરૂ કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે એપલ આ ટેક્નોલોજી માટે નોવાટેક કંપનીનું પહેલું ગ્રાહક હોઈ શકે છે. જો કે, હાલ અત્યારે કંઈ પણ કન્ફર્મ નથી કે એપલ iPhone 17 સીરિઝ માટે નોવાટેકની TDDI ડિસ્પ્લેનનો ઉપયોગ કરશે કે નહીં, પરંતુ અમુક લોકોનું માનવું છે કે એપલ પહેલા આ ટેક્નોલોજીને iPads અથવા તો એપલ વોચ જેવા બીજા પ્રોડક્ટ્સ પર ટેસ્ટ કરી શકે છે. ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામ ડિસ્પ્લે અને કીમત iPhone 17 'Slim' વિશે જણાવવામાં આવી રહ્યું છે કે આ એપલ લાઈનઅપમાં હાલની પ્લસ મોડલને રિપ્લેસ કરી શકે છે. અમુક રિપોર્ટ્સના મતે તેમાં 6.6 ઈંચની ડિસ્પ્લે હોઈ શકે છે અને તેની કિંમત પ્રો મેક્સ સીરિઝથી પણ વધુ હોઈ શકે છે. જો કે, ડિઝીટાઈમ્સે જણાવ્યું છે કે એપલે હાલ આ વાતની પુષ્ટિ કરી નથી અને કંપની આ ટેક્નોલોજીને અલગ રીતે અથવા તો અન્ય ડિવાઈસ પર લાગૂ કરી શકે છે. આ જાણકારી લીક્સ પર આધારિત છે. સટીક જાણકારી માટે આપણે લોન્ચની રાહ જોવી પડશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.