GUJARATI

ફિલ્મી સ્ટોરી જેવી જ ઘટના! અનુપમ ખેરના ફોટોવાળી નોટો પધરાવનારા ત્રણ શખ્સો પકડાયા

ઉદય રંજન/અમદાવાદ: ફિલ્મી સ્ટોરી જેવી જ ઘટના હકીકતમાં સામે આવી છે. અમદાવાદમાં નકલી આંગડિયા પેઢી બનાવી સરદારજીના વેશમાં અનુપમ ખેરના ફોટોની નકલી નોટો પધરાવી 2100 ગ્રામ સોનાના છેતરપિંડીના ગુનાનો મહાઠગ ટોળકીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. છોતરા કાઢી નાંખશે! શુ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે ફંટાઈ જશે? જાણો અંબાલાલની આગાહી ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં રહેલા આ શખ્સોના નામ દીપક રાજપુત, નરેન્દ્ર ઉર્ફે નંદુ જાદવ અને કલ્પેશ મહેતા છે. જેની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 1 કરોડ 60 લાખના ઠગાઈ કેસમાં ધરપકડ કરી છે. આ આરોપી ગઈ તારીખ 24 સપ્ટેમ્બર 2024ના રોજ સીજી રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સમાં વેશપલટો કરીને સરદારજી વેશ ધારણ કરીને ગ્રાહક બની પહોંચ્યા હતા. તેઓ 2 કિલો 100 ગ્રામ સોનું ખરીદવાનું કહીને આનંદ મંગલ કોમ્પ્લેક્સમાં આવેલ પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીના બોગસ પેઢીમાં ડિલિવરી કરવાનું જણાવ્યું હતું. જેથી મેહુલ બુલિયન વેપારીએ પોતાના કર્મચારીઓને રૂપિયા 1.60 કરોડના સોનાના બિસ્કીટ ડિલિવરી આપવા પહોંચ્યો હતો. ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે દિવાળી વેકેશન? સરકારે કરી મોટી જાહેરાત આ ગેંગ દ્વારા અનુપમ ખેરના ફોટાવાળી 500ના દરની કલર પ્રિન્ટ વાળી નકલી નોટોનાં બંડલ પધરાવી સોનાના બિસ્કીટ લઈને ફરાર થઈ ગયા હતા. જે અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ત્રણ આરોપી દીપક રાજપુત, નરેન્દ્ર ઉર્ફે નંદુ જાદવ અને કલ્પેશ મહેતાની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.37 કરોડના 1800 ગ્રામ સોનું કબ્જે કર્યું છે. આ ઠગાઈ કેસનો મુખ્ય સૂત્રધાર દીપક રાજપૂત છે. તેની વિરુદ્ધ અગાઉ વાડજ, પાલડી, વડોદરા, છોટા ઉદેપુર અને રાજસ્થાનમાં આ પ્રકારના ગુના નોંધાઈ ચુક્યા છે. બનાસકાંઠાની 'વાવ' જીતવા ભાજપે શું બનાવી મજબૂત રણનીતિ? વટનો સવાલ બની આ પેટાચૂંટણી! ફિલ્મ સ્ટોરી જેવી આ ઠગાઈની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો આરોપી દીપક, નરેન્દ્ર અને કલ્પેશ જુદા જુદા ગુનામાં વડોદરાની જેલમાં સજા કાપી રહ્યા હતા. તે સમયે આરોપી દીપકે પૈસા કમાવવા માટે એક મોટું કામ કરવાનું કહ્યું હતું. તેના ભાગે આ ષડયંત્ર રચ્યું હતું. તેમાં નરેન્દ્ર અને કલ્પેશને સામેલ કર્યા હતા. આ ત્રણે આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ ઠગાઈ કરવા માટે એક કાવતરું રચ્યું હતું. જેમાં અમદાવાદના સી.જી રોડ પર એક દુકાન ભાડે રાખી અને તેમાં બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી. ત્યારબાદ જુદા જુદા જવેલર્સ ની રેકી કરી હતી. જેમાં લક્ષ્મી જ્વેલર્સનો ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. Cyclone Alert: 60 કિ.મીને ઝડપે ટકરાશે ચક્રવાત, શરૂ થયો ભયંકર વરસાદ, ગુજરાત ઝપેટમાં! મુખ્ય સૂત્રધાર દીપક સરદારજીનો વેશ ધારણ કરી લક્ષ્મી જ્વેલર્સમાં સોનું ખરીદવા પહોંચ્યો હતો. તેની સાથે અન્ય વોન્ટેડ આરોપી વિજેન્દ્ર ભટ્ટર દીપકના પિતાની ભૂમિકા ભજવી હતી. ત્યારે આરોપી દીપક સાથે આરોપી નરેન્દ્ર જાદવ એ તેનો પી.એ બન્યો હતો. સાથે જ બોગસ આંગડિયા પેઢીના માલિક તરીકે વોન્ટેડ ભૂપેશ સુરતી રહ્યો હતો. જ્વેલર્સમાં ગ્રાહક તરીકે આરોપી ટોળકીએ જવા માટે ગાડી પણ ભાડે લીધી હતી, જેથી કોઈને પણ શંકા ન જાય. એટલું જ નહિ સોનાની ડિલિવરીની સોદો કરવા માટે કલ્પેશની મદદથી સી.જી રોડ પર આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાં અનુપમ ખેરના ફોટા વાળી 500ના દરની નોટ છપાવી હતી. તેઓ પ્રિન્ટિંગ પ્રેસના માલિકને કહ્યું હતું કે એક ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં ગેંગસ્ટર ના રોલ ભજવનારને નોટો ઉડાડવા માટે નકલી નોટ જોઈતી હોવાનું કહીને આ નકલી નોટ પ્રિન્ટ કરાવી હતી. આ ટોળકી 1.60 કરોડનાં સોનાની ઠગાઈ કરી હતી. રાજકોટ જેવું ફરી મોટું ન થાય તે માટે ફાયર NOCના નિયમો કડક બનાવાયા! જાણો શું છે નિયમો પકડાયેલ આરોપીમાં કલ્પેશ મહેતા જે ડિઝાઇનર એક્સપર્ટ છે. આરોપી એ જ નકલી નોટ ડિઝાઇન નક્કી કરી હતી. તેમજ એસબીઆઇ બેંકની પટ્ટીઓ બનાવી હતી. આ ઠગ ટોળકીને ડિલિવરી આપવા આવેલા મેહુલ બુલિયનના કર્મચારીને આરોપીએ 1.30 નકલી નોટ બતાવી હતી, ત્યારે 30 લાખ લઈને આવે છે તેવું કહીને બાઈક પર ફરાર થઈ ગયા હતા.આરોપી દીપક જુદા જુદા રાજ્યોમાં નાસ્તો ફરતો હતો અને તેઓ 3 સોનાના બિસ્કીટ અંદર ભાગ પાડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઠગાઈ કેસમાં ભુપેશ સુરતી, વિજેન્દ્ર ભટ્ટર, અરવિંદ ડામોર અને અરવિંદનો મિત્ર પ્રભુ નામના ચાર આરોપી હજુ ફરાર છે. ચારેય આરોપી પકડવા ક્રાઇમ બ્રાન્ચે ચક્રોગતિમાન કર્યા છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.