GUJARATI

આજ રાતથી 3 રાશિઓનું ખુલશે ભાગ્ય, લક્ષ્મીમાતા કરશે માલામાલ! અકલ્પનીય લાભ થશે!

પંચાંગ મુજબ આસો માસની પૂનમ શરદ પૂનમ કહેવાય છે. 16 ઓક્ટોબરે રાતે 8.40 વાગે શરદ પૂનમની શરૂઆત થશે અને 17 ઓક્ટોબરે સાંજે 4.55 વાગે સમાપન થશે. એવું કહેવાય છે કે શરદ પૂનમનો ચંદ્ર રાતે ધરતીની સૌથી નજીક હોય છે અને આથી તે સુપરમૂન પણ કહેવાય છે. આજના ચંદ્રનું ખુબ મહત્વ હોય છે અને ચંદ્રમાની રોશનીથી લોકોનો ભાગ્યોદય થાય છે. આજથી જે લોકોનું ભાગ્ય ચમકી શકે છે તે લકી રાશિઓ વિશે ખાસ જાણો. શરદ પૂનમ પર ચાર યોગનો સંયોગ 1. શશ યોગ 2. રવિ યોગ 3. ધાદિત્ય યોગ 4. સર્વાર્થ સિદ્ધિ યોગ આ રાશિઓ પર રહેશા લક્ષ્મી માતાની કૃપા કર્ક રાશિ કર્ક રાશિ માટે શરદ પૂનમ ફળદાયી રહેશે. વેપારમાં પ્રગતિ થઈ શકે છે. ધન સંબંધિત લાભ થઈ શકે છે. અટવાયેલા કાર્યો પૂરા થશે. મિત્રો અને પરિવાર સાથે ક્યાંક જવાની યોજના બની શકશે. મકર રાશિ મકર રાશિના લોકો માટે શરદ પૂનમ ભાગ્ય ચમકાવનારી રહેશે. તમે કોઈ કામ કરવાનું નક્કી કરશો તેમાં તમે ચોક્કસ સફળતા મેળવી શકશો. ધનમાં વધારો થવાના યોગ છે. સમાજમાં નવી ઓળખ બની શકશે. વાદ વિવાદથી દૂર રહેશો અને મનમાં એક અલગ ઉત્સાહ રહેશે. મીન રાશિ મીન રાશિ માટે શરદ પૂનમ લાભકારી રહેશે. વેપાર અને કરિયરમાં તમને સફળતા મળી શકે છે. તમે નવા કામની શરૂઆતનું પણ વિચારી શકો છો. મોજ મસ્તી જેવો વ્યવહાર રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. લોકોની મદદ કરવી તમને ખુબ ગમશે. ધનમાં વધારો થઈ શકે છે. બસ થોડું ધૈર્ય રાખવાની જરૂર છે. ( Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.