GUJARATI

IPL 2025: માત્ર 3 ખેલાડીને રિટેન કરશે DC, આ પૂર્વ ગુજરાતી ખેલાડીને આપી શકે છે મોટી જવાબદારી

IPL 2025 Delhi Capitals Head Coach: આઈપીએલ 2024ના સમાપન બાદ રિકી પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સના હેડ કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે આઈપીએલ 2025 મેગા ઓક્શનનો સમય નજીક આવી રહ્યો છે. તે પહેલાં હેમાંગ બદાણી દિલ્હીના હેડ કોચ બને તેવી અટકળો છે. પીટીઆઈ અનુસાર ભારતના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલને પણ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. પીટીઆઈના હવાલાથી આઈપીએલના એક સૂત્રએ જણાવ્યું કે દિલ્હી કેપિટલ્સનું મેનેજમેન્ટ ભારતીય કોચ શોધી રહ્યું છે. આ દરમિયાન ભારતના બે પૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણી અને મુનાફ પટેલનું નામ સામે આવ્યું છે. બદાણીને હેડ કોચ તો મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવવામાં આવી શકે છે. મહત્વનું છે કે દિલ્હી કેપિટલ્સનો માલિકી હક GMR અને JSW ગ્રુપની પાસે છે. બંને પક્ષોમાં એક ડીલ થઈ છે કે બંને ગ્રુપ દર બે વર્ષ માટે દિલ્હીની ટીમનું સંચાલન કરશે. આ પણ વાંચોઃ આ શું.. રોહિત શર્મા-ગૌતમ ગંભીર વચ્ચે મતભેદ? જાણો અચાનક કેમ થવા લાગી વાતો 3 ખેલાડીઓને રિટેન કરી શકે છે દિલ્હી પીટીઆઈના રિપોર્ટમાં તે પણ ખુલાસો થયો છે કે દિલ્હી કેપિટલ્સ રિષભ પંત, અક્ષર પટેલ અને કુલદીપ યાદવના રૂપમાં ત્રણ ખેલાડીઓને રિટેન કરી શકે છે. પંતને 18 કરોડ રૂપિયા, અક્ષરને 14 કરોડ તો કુલદીપને 11 કરોડ રૂપિયામાં રિટેન કરી શકાય છે. આ સિવાય આઈપીએલ 2024માં ધૂમ મચાવનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેઝર મેકગર્ક પર પણ ટીમ મેનેજમેન્ટની નજર રહેશે. રિપોર્ટ અનુસાર જો દિલ્હી કેપિટલ્સના પર્સમાં પૈસા રહેશે તો ફ્રેન્ચાઇઝી મેકગર્ક પર રાઇટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરશે. આઈપીએલમાં કામ કરી ચૂક્યા છે હેમાંગ બદાણી હેમાંગ બદાણીએ ભારત માટે 4 ટેસ્ટ મેચમાં 94 રન તો 40 વનડે મેચમાં 867 રન બનાવ્યા હતા. ડિસેમ્બર 2021માં બદાણીને સનરાઇઝર્સ હૈદરાબાદના ફીલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા હતા અને તેને નવા ટેલેન્ટને શોધવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે જો તે દિલ્હી કેપિટલ્સના હેડ કોચ બને છે તો તેના કોચિંગ કરિયરની મોટી સિદ્ધિ હશે. તો મુનાફ પટેલે નવેમ્બર 2018માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. મુનાફ પાસે કોચિંગનો કોઈ અનુભવ નથી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.