GUJARATI

આ જીરુ મારી નાંખશે! ફેક્ટરીમાંથી એવી એવી વસ્તુઓ ઝડપાઈ કે જાણી ખાવાનું છોડી દેશો!

ઝી બ્યુરો/મહેસાણા: ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આપણે ત્યાં થતું નથી તે આપણી કમનસિબી છે. બીજી તરફ પશ્ચિમના દેશોમાં જો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ઝડપાય તો એવી કાર્યવાહી થાય છે કે આરોપી જીવનભર ક્યારે ભેળસેળ કરતો નથી. તેથી આપણા દેશમાં ઘણા લોકો એક્સપોર્ટ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. ગુજરાતમાં રોજ કંઈકને કંઈક નકલી મળે છે. ફરી એકવાર દિવાળી નજીક છે ત્યાં નકલી વસ્તુ મળી છે. શું છે આ નકલીનો કાળો કારોબાર? ગુજરાતમાં નકલીએ માજા મુકી છે. જે વસ્તુમાં હાથ નાંખીએ તે નકલી હોય છે. ખાદ્યપદાર્થોમાં પણ એટલી ભેળસેળ થાય છે કે તે ખાવા લાયક રહેતા નથી. ઉચ્ચો નફો કમાવવાની લાલચમાં વેપારીઓ કંઈ પણ કરી શકે છે. પછી ભલે તેને આરોગનારનું જે થવું હોય તે થાય. ગાંધીનગરના દહેગામમાંથી નકલી ઘી મળ્યું. 822 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. તો હવે મહેસાણાના ઊંઝામાંથી 50 બોરી નકલી જીરુ મળી આવ્યું છે. આ નકલી જીરુ વરિયાળીના ભુસા, પથ્થરનો પાઉડર અને ગોળની રસી મિક્ષ કરીને બનાવવામાં આવતું હતું. તો મહેસાણાના ધોળાસણમાં આવેલી ખોડલ ડેરીમાંથી નકલી માવો મળી આવ્યો હતો. નકલીના આ કાળા કારોબારે તો હદ કરી નાંખી છે. કઈ વસ્તું ખાવી તે પ્રશ્ન થઈ ગયો છે. પરંતુ સવાલ એ છે કે શુદ્ધતાની ગેરંટી લોકોને મળશે કેવી રીતે? સરકારે ફૂડ વિભાગ તો બનાવ્યો છે પરંતુ તેના અધિકારીઓ કામ કેવી રીતે કરે તે કહેવાની જરૂર નથી. અધિકારીઓને તો લોકોના આરોગ્ય કરતાં હપ્તામાં વધારે રસ હોય છે. તેથી બેફામ ચાલતો આ નકલીની કાળો કારોબાર મોટો થતો જ જઈ રહ્યો છે. હવે મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરુ મળી આવ્યું છે. એશિયાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં જેની ગણતરી થાય છે તે ઊંઝાના જીરા અને વરિયાળીની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તે જ ઊંઝામાં નકલી જીરુ બનાવવાનો વેપલો સતત વધી રહ્યો છે. દાસજ રોડ પર ગંગાપુરા પાસે નકલી જીરાની ફેક્ટરી મળી આવતાં હાહાકાર મચી ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રેડ કરી તો આ ફેક્ટરીમાંથી એક-બે કિલો નહીં પણ 85 બોરી નકલી જીરુ મળી આવ્યું. જ્યારે 1615 બોરી શંકાસ્પદ વરિયાળી પણ મળી આવી. પોલીસની વધુ તપાસમાં 809 બોરી વરિયાળીનું ભુસુ, 7 બોરી ભૂખરો પાવડર અને એક બેરલ ગોળની રસી પણ મળી આવી. નકલી જીરુ બનાવવા માટે વરિયાળીના ભૂસામાં ગોળની રસી અને પથ્થરનો પાઉડર મિક્ષ કરતો હતો અને સુગંધ માટે કેમિકલનો ઉપયોગ કરાતો હતો. તો જે વરિયાળીને ભૂખરી થઈ ગઈ હોય તેના પર લીલો પાવડર ચડાવી તેને સારી ક્વોલિટીની વરિયાળી બનાવવામાં આવતી હતી. ફેક્ટરીમાંથી શું મળ્યું? હાલ તો પોલીસ અને ફ્રૂડ વિભાગે આ તમામ જથ્થો ઝડપી સીલ કરી દીધો છે અને તેના સેમ્પલ તપાસ માટે આગળ મોકલ્યા છે. બીજી તરફ ફેક્ટરીના માલિક સામે માત્ર જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. શું છે નકલીનો અસલી ખેલ? નકલી પર નકલી વસ્તુ મળી રહી છે પરંતુ રાજ્યનો આ ફૂડ વિભાગ માત્ર સેમ્પલો લઈ સંતોષ માની રહ્યો છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમ દિનપ્રતિદિન નકલીનો વેપાર વધી રહ્યો છે?, કેમ એવી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી?, આરોગ્ય સાથે ચેડા કરતાં આરોપીઓને કેમ નથી મળતી કડક સજા?, કેમ ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર તહેવારમાં જ બહાર નીકળે છે? ફૂડ વિભાગના દરોડા માત્ર નામના જ કેમ હોય છે? આખુ વર્ષ કેમ તાબડતોડ કાર્યવાહી કરાતી નથી? નકલીનો કાળો કારોબાર કરતાં આરોપીઓમાં ડર ક્યારે ફેલાશે?, દેશવાસીઓને શુદ્ધ વસ્તુની 100 ટકા ગેરંટી ક્યારે મળશે? આવા તો અનેક સવાલ છે જેનો જવાબ જનતા માગી રહી છે. જોવું રહ્યું કે આગળ શું થાય છે? સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.