GUJARATI

IND Vs NZ: આ શું.. રોહિત શર્મા-ગૌતમ ગંભીર વચ્ચે મતભેદ? જાણો અચાનક કેમ થવા લાગી વાતો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ છે. જો કે વરસાદે રંગમાં ભંગ પાડતા પ્રથમ સેશન વિત્યો છતાં હજુ સુધી ટોસ પણ થઈ શક્યો નથી. આ બધા વચ્ચે રોહિત અને ગંભીર વચ્ચે પ્રેસ કોન્ફરન્સ બાદ મતભેદની અટકળો થઈ રહી છે. મેચ પહેલા 14 ઓક્ટોબરના રોજ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી અને કઈક એવું કહ્યું જે હિટમેનને ખટકી ગયું. રોહિત શર્માએ તે અંગે બીજા જ દિવસે 15 ઓક્ટોબરે જવાબ આપી દીધો. અત્રે જણાવવાનું કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો 16 ઓક્ટોબર એટલે કે આજથી બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક બીજાને ટક્કર આપશે. શું બોલ્યા હતા ગંભીર? ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં બોલરોના ભરપેટ વખાણ કર્યા હતા. ફક્ત વખાણ જ નહીં તેમણે તો એમ પણ કહ્યું કે તેઓ મેચ જીતાડે છે. પરંતુ કેપ્ટન રોહિત શર્મા તેમના કરતા ઉલ્ટા જોવા મળ્યા. ગંભીરે કહ્યું હતું કે જો બેટ્સમેન 1000 રન કરે તો પણ કોઈ ગેરંટી હોતી નથી કે મેચ જીતીશું. પરંતુ જો બોલર 20 વિકેટ લે તો 99 ટકા જીતવાના ચાન્સ હોય છે. રોહિતે શું કહ્યું? 14 ઓક્ટોબરના રોજ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી જ્યાં કેપ્ટને બેટર્સને સપોર્ટ કર્યો. તેમણે બોલિંગની સરખામણીમાં બેટિંગને ઉપર રાખી. હિટમેને કહ્યું કે જીત માટે તમને બેટર્સ પણ જોઈએ જે રન બનાવી શકે. એવું નથી કે ફક્ત બોલરોથી કામ પતી જાય. ટીમમાં 11 મજબૂત પ્લેયર્સ હોવા જોઈએ એ સૌથી વધુ જરૂરી છે. બેટર્સ રન બનાવવા માટે અને બોલર્સ પોતાની રમજી પ્રમાણે બોલિંગ કરવા માટે સ્વતંત્ર હોય છે. બંને કોમ્બિનેશનની જરૂર- રોહિત રોહિતે વધુમાં કહ્યું કે જો તમે બીજી રીતે જોશો તો એવા બોલર્સ જોઈએ જે તમને વિકેટ અપાવી શકે અને મેચ જીતાડે. આવામાં તમને બંને કોમ્બિનેશનની જરૂર હોય છે. 16 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને બેંગ્લુરુમાં ટક્કર આપી રહી છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.