GUJARATI

મુકેશ અંબાણીની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા, સાંભળીને ઉછળી પડશો

Jio Diwali Dhamaka offers: દિવાળીનો તહેવાર સામે આવી રહ્યા છે, ત્યારે Jio કંપની પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ Jio કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર કનેક્શન આપી રહી છે. તમે આ ઓફર વિશે વધુ જાણકારી મેળવી શકો છો અને કેવી રીતે આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો. Jio Diwali offer દિવાળી ધમાકા ઓફર હેઠળ Jio કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર કનેક્શન આપી રહી છે, જો તમે એક ખાસ પ્લાન લો છો, સાથે જ ગ્રાહકોને રિલાયંસ ડિજિટલની કૂપન પણ મળશે. જે તેમના પ્લાનના પૈસા બરાબર હશે. તેનાથી આ ઓફર વધુ શાનદાર બની જાય છે. આ પ્લાનમાં 800થી વધુ ટીવી ચેનલ મળશે, જેનાથી તમે ઈચ્છો ત્યારે ટીવી જોઈ શકો છો. તમને 13થી વધુ OTT પ્લેટફોર્મ પણ મળશે, જેના પર તમે ઘણી બધી વેબ સીરીઝ અને મૂવીઝ જોઈ શકો છો. તમારા ઘરમાં વાઈ-ફાઈ પણ મળશે, જેનાથી તમે કોઈ લિમિટ વગર ઈન્ટરનેટ પણ ચલાવી શકો છો. આ પ્લાનમાં તમને ઘરમાં વાઈ-ફાઈ લગાવવા માટે પણ 1000 રૂપિયા મળશે. AirFiber plans: 599 રૂપિયાથી શરૂ કેવી રીતે કરશો સબ્સક્રાઈબ? તમે Jioની વેબસાઈટ અથવા તો Jio એપ પર જઈને જોઈ શકો છો કે તમારા વિસ્તારમાં એરફાઈબર સેવા આવે છે કે નહીં. તેના માટે તમારે પોતાનો મોબાઈલ નંબર અને પિન કોડ નાંખવો પડશે. પછી તમારે તમારા પસંદગીનો પ્લાન પસંદ કરવો પડશે અને રિચાર્જ કરવું પડશે. આવું કરશો એટલે તમને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર મળશે અને સાથે બીજા પણ ફાયદા મળશે. જો તમે પોતાની ઈન્ટરનેટની સ્પીડ વધારવા માંગો છો અને વધારે મનોરંજન ઈચ્છો છો તો આ ઓફર તમારા માટે ખુબ જ શાનદાર છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.