GUJARATI

14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યું તે ભયાનક હતું

Mumbai News : મુંબઈની એક હોટલમાં સુરતના એક શખ્સનું મોત નિપજ્યું છે. આ શખ્સ ગુજરાતના સુરતનો રહેવાસી હતો, અને તે સગીરાને લઈને મુંબઈની હોટલમાં પહોંચ્યો હતો. પરંતું સગીરા સાથે સેક્સ દરમિયાન તેની અચાનક તબિયત લથડી હતી અને તેને હાર્ટ એટેક આવ્યો હતો, આ કારણે તેનું ત્યાં જ મોત નિપજ્યું હતુ. પોલીસે જણાવ્યું કે, 14 વર્ષીય પીડિતા ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતી હતી અને તે શખ્સ એ ફેક્ટરીનો મેનેજર હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 41 વર્ષીય સંજય રામજી તિવારી નામનો મેનેજર સગીરાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. સગીરાના પરિવારમાં તેના પિતા લકવાગ્રસ્ત હતા અને પરિવારમાં માતા અને એક ભાઈ છે. પોલીસે જણાવ્યું કે, મેનેજરે સગીરાને ધમકી આપી હતી કે, જો તે તેની વાત નહિ માને તો તેના પરિવારને મદદ નહિ કરે. ડાયમંડ ફેક્ટરીનો મેનેજર તેને બ્લેકમેલ કરીને મુંબઈ લઈ આવ્યો હતો, તેના બાદ હોટલમાં તે તેનું યૌન શોષણ કરી રહ્યો હતો. બહેનપણી મરતાં જ એના પતિના પ્રેમમાં પડી ગઈ હતી હિરોઈન, અનેક અફેર છતાં હજુ કુવારી એક અધિકારીએ જણાવ્યું કે, સગીરાના પરિવાર સાથે મેનેજરના સારા સંબંધ હતા. તે પરિવારને રૂપિયા આપતો હતો. તેણે જ સગીરાને હીરા ફેક્ટરીમાં કામ પર લગાવી હતી. પરિવારને મેનેજર પર એટલો વિશ્વાસ હતો કે, તેઓએ એ સગીરાને વિશ્વાસની સાથે માલિક સાથે મોકલી હતી. 29 ઓક્ટોબરના રોજ મેનેજર સગીરાના ઘરે પહોંચ્યો હતો, અને તેણે જણાવ્યું કે તે પારિવારિક કામથી મુબંઈ જઈ રહ્યો છે. તેણે સગીરાની માતાને પૂછ્યું હતું કે, શું તે એની દીકરીને સાથે લઈ જઈ શકે છે. તેના બાદ તેઓએ શનિવારે સવારે સગીરાને લઈને મુંબઈ આવવા નીકળ્યો હતો. પોલીસે જણાવ્યું કે, વેપારીએ હોટલના મેનેજરને જણાવ્યું હતું કે, 14 વર્ષની દીકરી તેની દીકરી છે. તેણે એક ખોટું આધારકાર્ડ પણ બતાવ્યું હતું. આ બાદ મેનેજર સગીરાને યૌન શોષણ કરવાનું શરૂ કર્યું હતું. તેણે સગીરાને ધમકી આપી કે, જો તેણે કંઈ પણ બતાવ્યું તો તે પરિવારને પૈસા નહિ આપે. અને પહેલા આપેલા પૈસા પણ પરત લઈ લેશે. આ બાદ શનિવારે સાથે વેપારીએ યૌન વર્ધક દવાનું સેવન કર્યું હતું અને તે સગીરાનું શોષણ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેના બાદ સગીરાએ હોટલના કર્મચારીઓને આ માહિતી આપી હતી. હોટલ મેનેજર ગુજરાતથી આવેલા એ ગ્રાહકને તાત્કાલિક જેજે હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ તબીબોને તેને મૃત જાહેર કર્યો હતો. જેના બાદ સગીરાના માતા તેને મળવા માટે મુંબઈ પહોંચી હતી. તેણે પોતાનું નિવેદન પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું હતું, જેના બાદ આરોપી મેનેજર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે બીએનએસ કલમ અને પોક્સ અંતર્ગત કેસ દાખલ કર્યો. 2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો... સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.