GUJARATI

સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, મોંઘા થઈ જશે ઘર, 50 લાખની કિંમતના 2 BHKની કિંમત આટલા લાખ થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનું એક નાનું પગલું હવે ઘર ખરીદનારા પર ભારે પડવાનું છે. સરકારના આ નવા નિયમને લઈને બિલ્ડર્સની સૌથી મોટી સંસ્થા ક્રેડાઈએ ચિંતા વ્યક્ત કરી છે. ક્રેડાઈ પ્રમાણે આ પગલાથી 50 લાખ રૂપિયાની કિંમતવાળો ફ્લેટ 5 લાખ રૂપિયા સુધી મોંઘો થઈ જશે. તો એક કરોડથી વધુની કિંમતવાળો લક્ઝરી ફ્લેટ દસ લાખ રૂપિયા કરતા મોંઘો પડશે. બિલ્ડરોના સૌથી મોટા સંગઠને સરકારે એફએસઆઈ અને એડિશનલ એફએસઆઈ ચાર્જ પર 18 ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવાની માગ કરી છે. 10% સુધી વધી શકે છે મકાનોની કિંમત સંગઠનનું કહેવું છે કે આમ થવા પર મકાનોની કિંમતો 10 ટકા સુધી વધી શકે છે, જેનાથી ઘર ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો પર આર્થિક બોજ વધશે અને માગ ઘટશે. હકીકતમાં સરકારે એપએસઆઈ ચાર્જ પર 18 ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી ચિંતિત ક્રેડાઈ (કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા) એ નાણામંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે આ પગલાથી મકાન બનાવવાનો ખર્ચ વધશે, જેનાથી સસ્તા મકાનોના પ્રોજેક્ટ પણ મોંઘા થઈ જશે. તેની અસર એવા લોકો પર પડશે, જે મધ્યમ વર્ગીય છે અને જેના માટે ઘર ખરીદવું પડકારજનક છે. FSI શું છે, કઈ રીતે તેનો ખર્ચ પર પડશે પ્રભાવ FSI એ ગુણોત્તર છે જે પ્લોટનો કુલ વિસ્તાર અને તેના પર બાંધવામાં આવેલ કુલ ફ્લોર વિસ્તાર દર્શાવે છે. ડેવલપર્સ FSI ખરીદે છે જેથી તેઓ વધુ ફ્લોર સ્પેસ બનાવી શકે. જો FSI પર 18% GST લાદવામાં આવે તો તેની સીધી અસર બાંધકામના ખર્ચ પર પડશે. FSI ખર્ચ અને જીએસટીની આ રીતે થાય છે ગણતરી • ધારો કે ડેવલપરે 1,000 ચોરસ મીટરનો પ્લોટ ખરીદ્યો છે. •FSI ની કિંમત પ્રતિ ચોરસ મીટર ₹5,000 છે. •કુલ FSI કિંમત = ₹5,000 × 1,000 = ₹50,00,000. GST ઉમેર્યા પછી: • FSI પર 18% GST = ₹50,00,000 × 18% = ₹9,00,000. •નવી કિંમત = ₹50,00,000 + ₹9,00,000 = ₹59,00,000. ક્રેડાઈએ તે પણ કહ્યું કે જો સરકાર જૂની તારીખથી આ નિયમ લાગૂ કરે છે તો ડેવલોપર્સ પર ભારે નાણાકીય બોજ પડશે. તેનાથી ઘણા પ્રોજેક્ટ વચ્ચે અટકી શકે છે અને ઘર ખરીદનાર પહેલાથી રોકાણ કરી ચૂક્યા છે તો તેની બચત પર પણ અસર પડશે. સસ્તા મકાનો પર સંકટ સંગઠને કહ્યું કે નિર્માણનો ખર્ચ પહેલાથી કાચા માલની મોંઘવારીથી વધી રહ્યો છે. જો એફએસઆઈ ચાર્જ પર જીએસટી લગાવવામાં આવે તો તે સસ્તા મકાનોના પ્રોજેક્ટને વધુ મોંઘા બનાવી દેશે. મધ્યમ વર્ગના આશરે 70 ટકા લોકો આવા મકાનો ખરીદે છે, પરંતુ વધેલી કિંમતને કારણે આ મકાન તેની પહોંચની બહાર થઈ શકે છે. મકાન સપ્લાય અને માગ પર અસર CREDAIના ચેરમેન બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે FSI ચાર્જ કોઈપણ પ્રોજેક્ટના ખર્ચનો મહત્વનો ભાગ છે. આના પર 18% GST લાદવાથી મકાનોની માંગ અને પુરવઠા બંને પર નકારાત્મક અસર પડશે. મકાનોની કિંમતો વધશે, જેનાથી ઘર ખરીદવું વધુ મુશ્કેલ બનશે. સરકારે આ દરખાસ્ત પર પુનર્વિચાર કરવો જોઈએ અને FSI ચાર્જને GSTના દાયરામાં બહાર રાખવો જોઈએ. વધુમાં, આ મામલે કાનૂની સ્થિતિ સ્પષ્ટ છે. FSI ચાર્જને જીએસટી નિયમોથી બહાર રાખવાની અપીલ નોટિફિકેશન 14/2017 અને 12/2017 મુજબ, બંધારણની કલમ 243W હેઠળ કેન્દ્ર અથવા રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો પર GST વસૂલી શકાશે નહીં. આમાં શહેરી આયોજન, જમીનના ઉપયોગનું નિયમન અને મકાન બાંધકામ અને ઝૂંપડપટ્ટી સુધારણા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. તેથી, FSI આપવી અને તેના પર ડ્યુટી વસૂલવી પણ આ કાર્યો હેઠળ આવે છે, જેના કારણે તેને GSTની બહાર રાખવો જોઈએ. આવાસની માગ, સપ્લાય અને અર્થવ્યવસ્થાને નકારાત્મક અસરથી બચાવવા માટે ક્રેડાઈએ સરકાર પાસે એફએસઆઈ શુલ્કને જીએસટીથી બહાર રાખવા અને વર્તમાન નિયમ બનાવી રાખવાની અપીલ કરી છે, જેથી આવાસીય જોનાઓ પર તેની નકારાત્મક અસર ન પડે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.