GUJARATI

ગુજરાતમાં 5 MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી, લિસ્ટમાં મોટા મોટા મહાનુભાવોના નામ સામેલ

Gandhiangar News : ગુજરાતના ગૃહ વિભાગે પાંચ MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે. ગૃહ વિભાગ દ્વારા મળેલી સમીક્ષા બેઠના અંતે આ નિર્ણય લેવાયો છે. ધારાસભ્યોની સાથે અન્ય મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. દર છ માસે ગૃહ વિભાગ, રાજ્ય પોલીસ વડા અને આઈબી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાય છે. કયા ધારાસભ્યની સુરક્ષા પાછી ખેંચાઈ અન્ય કયા કયા લોકોની સુરક્ષા પાછી ખેંચી હવે વાત કરીએ કે કેમ આ સુરક્ષા પાછી ખેંચી લેવાઈ. ગુજરાતમાં કોઈ હસ્તીને ધમકી મળી હોય અથવા તેમના જીવને જોખમ હોય તો તેમને આઈબીના ઈનપુટના સહારે સલામતી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. જોકે, થોડા બાદ ખતરો ટળી જતા આ સુરક્ષા પાછી ખેંચી પણ લેવાય છે. ત્યારે પાંચ ધારાસભ્યો સાથે આવા ૩૦ જેટલા વીઆઈપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે. સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય રાજ્યના આઈબી સહિતના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મળેલી સમીક્ષા બેઠકના અંતે લેવાામા આવ્યો છે. આ બેઠક દર છ મહિને યોજાતી હોય છે. જે એક નિયમિત પ્રોસેસ છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પરત લેવાઈ છે. જોકે, આ લિસ્ટમાં એકમાત્ર કલ્પેશ ગોસ્વામી એવા છે, જેઓએ પોતાની સુરક્ષા પાછી ખેંચવા અરજી કરી હતી. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ, તારીખ નોંધી લો સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.