GUJARATI

Baba Vanga Predictions: બાબા વેંગાની 3 ભવિષ્યવાણી આ વર્ષે સાચી પડી, જો ચોથી સાચી પડી તો દુનિયામાં આવી જશે પ્રલય!

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે લોકોને હંમેશા ઉત્સુકતા રહે છે. બધા એ જાણવા માટે આતુર રહે છે કે દેશ દુનિયામાં શું થવાનું છે. આ ઘટનાઓની ભવિષ્યવાણીની જ્યારે પણ વાત આવે છે તો બે લોકોના નામ સૌથી વધુ ચર્ચામાં રહે છે. એક નાસ્ત્રાદમસ તો બીજા બાબા વેંગા. બાબા વેંગાનું નિધન 1996માં થઈ ચૂક્યું છે પરંતુ તેમની ભવિષ્યવાણીઓ દુનિયાભરમાં પ્રખ્યાત છે. મહિલા ભવિષ્યવક્તા બાબા વેંગા બલ્ગેરિયામાં રહેતા હતા. તેઓ દ્રષ્ટિહિન હતા પરંતુ પરંતુ આવનારા દિવસો માટે તેમણે કરેલી કેટલીક ભવિષ્યવાણીઓ એકદમ સટિક સાબિત થયેલી છે વર્ષ 2024 પૂરું થવાની તૈયારી છે અને આ વર્ષે તેમણે કરેલી કેટલીક ભવિષ્યવાણીઓ એકવાર ફરીથી સાચી પડતી જોવા મળી રહી છે. આર્થિક સંકટની ભવિષ્યવાણી સાચી પડી બલ્ગેરિયાના જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાએ 2024માં વૈશ્વિક આર્થિક સંકટની ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂ રાજનીતિક તાકાતોમાં ફેરફાર અને વધતા કરજના કારણે આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. આજના સમયમાં તેમની આ ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળી રહી છે. વધતી મોંઘવારી, છટણી અને ઊંચા વ્યાજ દરો દુનિયાની અર્થવ્યવસ્થાને હચમચાવી રહ્યા છે. જો કે અમેરિકામાં મંદી પર ચર્ચા ચાલુ છે. પરંતુ નેશનલ બ્યૂરો ઓફ ઈકોનોમિક્સ રિસર્ચ (NBER) એ 2020 બાદથી કોઈ પણ મંદીની જાહેરાત કરી નથી આમ છતાં અનેક આર્થિક સંકેત ચિંતા પેદા કરી રહ્યા છે. અને વૈશ્વિક નાણાકીય અસ્થિરતાની આશંકા જતાવવામાં આવી રહી છે. જે રીતે બાબા વેંગાએ પૂર્વાનુમાન કર્યું હતું. 2024 રહ્યું સૌથી ગરમ વર્ષ બાબા વેંગાએ જળવાયુ પરિવર્તન અંગે પણ ભવિષ્યવાણી કરી હતી. જે 2024માં સાચી પડતી જોવા મળી છે. વધતા તાપમાન અને સતત બગડતા હવામાને દુનિયાને જળવાયુ સંકટની સચ્ચાઈનો સામનો કરવા પર મજબૂર કરી છે. 2024 અત્યાર સુધીનું સૌથી વધુ ગરમ વર્ષ રહ્યું છે. આ વધતા તાપમાને નેતાઓ અને વૈજ્ઞાનિકોને તત્કાળ પગલાં ભરવા માટે મજબૂર કર્યા છે. કેન્સરની સારવાર બાબા વેંગાએ 2024માં ચિકિત્સા ક્ષેત્રમાં મોટી પ્રગતિની ભવિષ્યવાણી પણ કરી હતી. રશિયાએ એક રસી બનાવવાનો દાવો કર્યો છે. જેનાથી કેન્સર ટ્યૂમરની સારવારમાં મદદ મળી શકે છે. હાલમાં જ સર્વાઈકલ કેન્સરની સારવારમાં એક મોટી સફળતા મળી છે. બીજી બાજુ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ મુજબ INTERLACE પરિક્ષણમાં મળી આવ્યું છે કે માનક ઉપચાર અગાઉ કીમોથેરેપીનો એક નાનો કોર્સ મૃત્યુના જોખમને 40% સુધી ઓછું કરી શકે છે. આ સિવાય કેન્સરની પુનરાવૃત્તિનું જોખમ પણ 35% સુધી ઘટ્યું. આ શોધ કેન્સરની સારવારમાં સૌથી મોટી પ્રગતિમાંથી એક માનવામાં આવી રહી છે. બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી જ્યાં બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણી ઉત્સાહજનક છે ત્યાં કેટલીક ડરામણી પણ છે. તેમણે 2024માં એક શક્તિશાળી દેશ દ્વારા જૈવિક હથિયારોના ઉપયોગની પણ ભવિષ્યવાણી કરી હતી. હજુ સુધી આવો કોઈ મામલો સામે આવ્યો નથી પરંતુ યુદ્ધ અને નવી ટેક્નોલોજીનું જોખમ હંમેશા રહે છે. 2024માં બાબા વેંગાની અનેક ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળી છે. આર્થિક સંકટ, જળવાયુ પરિવર્તન, અને ચિકિત્સા ક્ષેત્રમાં તેમની ભવિષ્યવાણીને વધુ પ્રાસંગિક બનાવી છે. તેમની સકારાત્મક અને નકારાત્મક ભવિષ્યવાણીઓનું મિશ્રણ આજે પણ લોકો વચ્ચે ઉત્સુકતા અને ચર્ચાનો વિષય બનેલા છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.