GUJARATI

ગૂગલમાં હડકંપ, સુંદર પિચાઈએ એક જ ઝાટકે 10% સ્ટાફની નોકરી છીનવી લીધી; આ લોકોને બેરોજગાર બનાવ્યા

Google Jobs Cut: ગૂએક મોટું પગલું ભરતા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કંપનીના 10 ટકા મેનેજરિયલ સ્ટાફને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, પિચાઈનું આ પગલું "કાર્યક્ષમતા વધારવા" માટે ગૂગલના લાંબા સમયથી ચાલી રહેલા આયોજનનો એક ભાગ છે. બુધવારે આયોજિત એક ઓલ-હેન્ડ્સ મીટિંગમાં સુંદર પિચાઈએ કર્મચારીને જણાવ્યું કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગૂગલની કાર્યક્ષમતાને બમણી કરવાનો છે. રિપોર્ટ પ્રમાણે આ છટણી મુખ્ય રૂપથી મેનેજર, ડાયરેક્ટર અને ઉપાધ્યક્ષના પદો પર થઈ છે. કેટલાક લોકોની ફરી થશે ભરતી ગૂગલના એક પ્રવક્તાએ બિઝનેસ ઇન્સાઇડરને જણાવ્યું કે જે કર્મચારીઓને કાઢવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકને વ્યક્તિગત કોન્ટ્રીબ્યુટરના રૂપમાં ફરીથી ભરતી કરવામાં આવશે. જ્યારે કેટલાકને સંપૂર્ણ રીતે બરતરફ કરવામાં આવશે. તેનો અર્થ છે કે કેટલાક કર્મચારી નવા પદ પર કામ કરશે, જ્યારે કેટલાકને સંપૂર્ણ બહાર કરી દેવામાં આવશે. આ પગલું તેવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. OpenAI થી ગૂગલ સર્ચ પર અસર પડી શકે છે. કંપનીના કુલ રેવેન્યૂમાં 57 ટકા યોગદાન ગૂગલ સર્ચનું છે. ગૂગલે આ પડકારનો સામનો કરવા માટે પોતાની પ્રોડક્ટમાં જનરેટિવ એઆઈ (AI) ફીચર્સને સામેલ કર્યાં છે અને તાજેતરમાં Gemini 2.0 ને લોન્ચ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી એડવાન્સ એઆઈ મોડલ છે. વર્ષની ચોથી છટણી સુંદર પિચાઈનું કહેવું છે કે Gemini 2.0 થી એઆઈ મોડલ નવા એજેન્ટિક યુગની શરૂઆત કરશે, જે દુનિયાને સમજવા અને તેના પર નિર્ણય લેવામાં સક્ષમ હશે. આ જાહેરાત બાદ ગૂગલના શેરમાં ચાર ટકાની તેજી આવી છે. આ છટણી આ વર્ષે ગૂગલ દ્વારા કરવામાં આવેલી ચોથી છટણી છે, જેમાં જાન્યુઆરીમાં લગભગ સો લોકોને ગૂગલની વૈશ્વિક જાહેરાત ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જૂનમાં પણ કંપનીએ તેના ક્લાઉડ યુનિટમાંથી 100 લોકોને છૂટા કર્યા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.