GUJARATI

Alum and coconut oil: ફટકડી અને નાળિયેર તેલથી ત્વચા પર આવશે ગ્લો અને વાળ થશે કાળા, આ રીતે કરો ઉપયોગ

Alum and coconut oil: ફટકડી અને નાળિયેરના તેલનું મિશ્રણ ત્વચા અને વાળની ઘણી બધી સમસ્યાને દૂર કરી શકે છે. ચહેરા પરથી ડેડ સ્કીન દૂર કરવી હોય તો પણ આ મિશ્રણ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ફટકડી અને નાળિયેરનું તેલ સ્કીનને સાફ પણ કરે છે. જો શિયાળામાં તમે આ વસ્તુથી ચહેરા પર માલીશ કરશો તો સ્કીન મોઈશ્ચરાઈઝ થશે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરશે જેના કારણે ત્વચા પર ગ્લો દેખાશે. આ પણ વાંચો: Gond Laddu: શિયાળામાં રોજ ખાઈ લો 1 લાડુ, ઠંડીમાં બીમાર નહીં પડો, એકદમ સરળ છે રીત ફટકડી અને નાળિયેર તેલનું મિશ્રણ વાળને સફેદ થતાં પણ અટકાવી શકે છે. નાળિયેર તેલમાં ફટકડી મિક્સ કરીને વાળમાં લગાડવાથી વાળને પોષણ મળે છે અને વાળ મૂળમાંથી મજબૂત થાય છે. ફટકડી અને નાળિયેર તેલનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે અને વાળ કાળા તેમજ ઘટ્ટ બને છે. આ પણ વાંચો: હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે? ફોલો કરવા લાગો આ 4 સ્ટેપ સ્કિન કેર રુટીન જો સ્કીનમાં કોઈ ઈજા થઈ હોય તો ફટકડી અને નાળિયેરના તેલનો ઉપયોગ કરવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. ફટકડી અને નાળિયેર તેલમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ બંને વસ્તુને ઘા પર લગાડવાથી ઘા ઝડપથી મટે છે. આ પણ વાંચો: Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા આ સિવાય ફટકડી અને નાળિયેર તેલમાં ઘણા બધા તત્વ એવા હોય છે જે સ્કીનને ચમકતી બનાવે છે અને સ્કીન પર આવેલા સોજાને પણ ઓછા કરે છે. જો તમે પણ ફટકડી અને નાળિયેર તેલથી થતા આ ફાયદાનો લાભ લેવા માંગતા હોય તો પહેલા નિષ્ણાંતની સલાહ લઈને તેનો ઉપયોગ કરવો. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.