GUJARATI

ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો

ટીવી અભિનેત્રી હોય કે પછી બોલીવુડ બહારથી બધુ ખુબ સારું સારુ અને ઝાકમઝોળવાળું લાગે છે. પરંતુ અનેકવાર આવી ચકાચોંધવાળી દુનિયા પાછળ સિતારાઓની એવી હાલત હોય છે કે તેઓ રસ્તા પર આવી જાય તો પણ કોઈ જાણતું નથી. આવી જ હાલત એક ટીવીની જાણીતી ટોપ ક્લાસ અભિનેત્રીની થઈ હતી. તેની પાસે પૈસો શોહરત બધુ જ હતું પરંતુ અચાનક રસ્તા પર આવી ગઈ અને કરોડોનું દેવું માથા પર ચડી ગયું. જાણો કોણ છે આ હસીના... કોણ છે આ હસીના આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પરંતુ ગુજરાતી ગર્લ રશ્મિ દેસાઈ છે. રશ્મિનું ખરું નામ શિવાની દેસાઈ છે અને તેનો જનમ આસામમાં નાગાંવમાં થયો હતો. તે મૂળ ગુજરાતી છે અને તેનો એક ભાઈ છે જેનું નામ છે ગૌરવ દેસાઈ. રશ્મિનો ઉછેર મુંબઈમાં થયો છે. રશ્મિનું નામ ટેલિવિઝનની દુનિયામાં ટોપ ક્લાસ અભિનેત્રીઓમાં સામેલ છે. ઉતરણ સિરીયલમાં તપસ્યાનો રોલ ભજવીને રાતોરાત ખ્યાતિ મેળવી હતી. પરંતુ કરોડો કમાયા બાદ તેની પાસે એક ફૂટી કોડી પણ બચી નહતી. આ વાતનો ખુલાસો આ અભિનેત્રીએ હાલમાં જ બ્રુટ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો હતો. 3.5 કરોડનું દેવું આ ઈન્ટરવ્યુંમાં પોતાા જૂના દિવસો યાદ કરતા રશ્મિએ કહ્યું હતું કે મે એક ઘર ખરીદ્યું હતું. મારા પર 2.5 કરોડનું દેવું હતું. આ ઉપરાંત 3.5 કરોડનું દેવું હતું. મને લાગ્યું કે બધુ ઠીક છે અને અચાનક મારો શો બંધ થઈ ગયો. શો બંધ થયો તો મુશ્કેલીમાં આવી ગઈ અભિનેત્રીએ જણાવ્યું કે તે સમયે તેણે ચાર દિવસ સુધી રસ્તા પર સૂવું પડ્યું હતું. તેની પાસે ઓડી એ6 ગાડી હતી. જેમાં તે સૂતી હતી. ઘરનો બધા સામાન મેનેજરના ઘરે મૂકાવી દીધો હતો. પોતાની જાતને પરિવારથી સંપૂર્ણ રીતે અલગ કરી લીધી હતી. રિક્શાવાળાઓ સાથે 20 રૂપિયામાં ખાવાનું ખાવું પડ્યું હતું. પરિવારે પણ સાથ છોડ્યો રશ્મિએ કહ્યું કે તે સમયે મને અહેસાસ થયો કે મે મારા વિશે તો ક્યારેય વિચાર્યું જ નહીં. હું દરેક ચીજમાં એટલી ગૂંચવાઈ ગઈ હતી કે બધુ ભૂલી ગઈ. મારા ડિવોર્સ થયા અને પછી મારા મિત્રોએ વિચાર્યું કે હું ખુબ મુશ્કેલીમાં છું. કારણ કે હું વધુ કોઈને કશું કહેતી નહતી. તે સમયે મારા પરિવારને લાગ્યું કે મારા તે સમય સુધીના બધા નિર્ણય ખોટા હતા. મરવા ઈચ્છતી હતી તે પહેલા રશ્મિએ પોડકાસ્ટમાં આપેલા ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે મે શો કર્યા, સૂઈ નહી અને બહારથી લોકોને કશું દેખાડ્યું નહીં. પરંતુ અંદરથી હું તણાવમાં હતી. હું વિચારતી હતી કે આ કેવી લાઈફ છે. તેનાથી સારું તો મરી જવું રહેશે. અત્રે જણાવવાનું કે રશ્મિ દેસાઈએ અનેક શોમાં કામ કર્યું છે. લોકપ્રિય શો ઉતરણ ઉપરાંત દિલ સે દિલ તક અને બિગ બોસ સીઝન 13માં પણ. તેણે કો એક્ટર નંદીશ સંધુ જોડે લગ્ન કર્યા હતા. જો કે જલદી ડિવોર્સ થઈ ગયા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.