GUJARATI

મુકેશ અંબાણીનો દિવાળી ધમાકો, બમ્પર છૂટની સાથે 699 રૂપિયામાં મળી રહ્યો છે 4G ફોન

JioBharat Phone : દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ આ દિવાળી પહેલા જિયોભારત 4જી ફોન (JioBharat 4G Phone)ની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. કંપની તરફથી આ ફોનને 30 ટકાના ડિસ્કાઉન્ટ સાથે સીમિત સમયની ઓફરની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. દિવાળી સ્પેશિયલ ઓફરની સાથે 999 રૂપિયાનો જિયોભારત મોબાઈલ ફોન હવે 699 રૂપિયાની સ્પેશિયલ કિંમત પર બજારમાં ઉપલબ્ધ છે. જિયોભારત ફોન (JioBharat Phone)ને 123 રૂપિયામાં રિચાર્જ કરાવી શકાય છે. 123 રૂપિયાના મહિનાના રિચાર્જમાં અનલિમિટેડ ફ્રી વોયસ કોલની સાથે 14 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. એરટેલ અને વોડાફોનના મુકાબલે સસ્તું રિચાર્જ 123 રૂપિયાવાળો જિયોનો મંથલી રિચાર્જ પ્લાન બીજા એરટેલ અને વોડાફોન આઈડિયાના મુકાબલે આશરે 40 ટકા સસ્તો છે. આ ફોનની સાથે તમારી પાસે 2જીથી 4જીમાં શિફ્ટ થવાની શાનદાર તક છે. ફોનમાં 455થી વધુ લાઇવ ટીવી ચેનલ, મૂવી પ્રીમિયર અને નવી ફિલ્મો, વીડિયો શો, લાઇવ સ્પોર્ટ પ્રોગ્રામ, જિયોસિનેમાની હાઇલાઇટ્સ, ડિજિટલ ચુકવણી, QR કોડ સ્કેન જેવી સુવિધાઓ જિયોભારત 4જી ફોનમાં ઉપલબ્ધ છે. જિયો પે અને જિયોચેટ જેવી પ્રીલોડેડ એપ પણ તમને ફોનમાં મળશે. ફોનને તમે સ્ટોર સિવાય જિયોમાર્ટ કે એમેઝોનથી ખરીદી શકો છો. આ પણ વાંચોઃ Reliance Jio ની દિવાળી ધમાકા ઓફર, આ બે રિચાર્જ પર મળી રહી છે હજારો રૂપિયાની ગિફ્ટ 15 ઓક્ટોબરે વે નવા 4જી ફીચર ફોન થયા લોન્ચ આ પહેલા રિલાયન્સ જિયો તરફથી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 15 ઓક્ટોબરે બે નવા 4જી ફીચર ફોન લોન્ચ કર્યાં હતા. ફીચર ફોન V3 અને V4 ને 4જી ફીચર ફોન જિયોભારત સિરીઝ (Jio Bharat Series)હેઠળ લોન્ચ કરવામાં આવ્યા હતા. નવા મોડલ્સને કંપનીએ 1099 રૂપિયાની કિંમત પર બજારમાં ઉતાર્યા હતા. કંપનીએ તે સમયે દાવો કર્યો હતો કે લાખો 2જી ગ્રાહક જિયોભારત ફીચર ફોનના માધ્યમથી 4જી નેટવર્કથી જોડી ચૂક્યા છે. V3 અને V4 ના ફીચર્સ નેક્સટ જનરેશનવાળા નવા 4જી ફીચર ફોનને લેટેસ્ટ ડિઝાઇન, 1000 mAh ની દમદાર બેટરી, 128જીબી સુધીના એક્સપેન્ડેબલ સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફીચર ફોન 23 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. જિયોભારત ફોનને માત્ર 123 રૂપિયાના મંથલી રિચાર્જ કરાવી શકાય છે. તેમાં અનલિમિટેડ વોયસ કોલ અને 14 GB ડેટાની સુવિધા મળશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.