GUJARATI

ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું

Olympics 2036 India : ભારતમાં ઓલિમ્પિકની તૈયારીઓ માટે મોટું પગલું ભરાયું છે. ભારતીય ઓલિમ્પિક સંઘે 2036 ના ઓલિમ્પિકની મેજબાની કરવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પકને ઔપચારિક રીતે એક પત્ર સોંપ્યો છે. હાલ જવાબની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, આ પત્ર 1 ઓક્ટોબરના રોજ સોંપવામાં આવ્યો હતો. ભારતે 2036 ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોને હોસ્ટ કરવા માટે એક પગલું ભર્યું છે. ભારતીય ઓલિમ્પિક સંઘે આ સંદર્ભે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને એક પત્ર મોકલ્યો છે. કેન્દ્રીય ખેલ મંત્રાલયના અનુસાર, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકે આઈઓસીને અધિકારિક રીતે ભવિષ્યમાં ઓલિમ્પિક રમતો યોજવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે સંબંધિત આશાપત્ર સોંપ્યું છે. ખેલ મંત્રાલયના સૂત્રો અનુસાર, આ પત્ર 1 ઓક્ટોબરના રોજ સોંપવામાં આવ્યો છે. ભારતે લાંબા સમયથી 2036 ઓલિમ્પિક યોજવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખુદ પ્રધાનમંત્રી અનેક પ્રસંગે આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ત્યારે ભારતે આ દિશામાં એક પહેલ કરી છે. 24 વર્ષ નાની છોકરીને મુંબઈની હોટલમાં લઈ પહોંચ્યો ગુજરાતી, યૌન વર્ધક દવાઓ લીધી પણ કંઈ કરી જ ના શક્યો આ વર્ષે ઓલિમ્પિક્સ 2024 પેરિસમાં રમાઈ હતી. આ પછી, આગામી ઓલિમ્પિક્સ એટલે કે 2028 યુનાઇટેડ સ્ટેટ્સના લોસ એન્જલસમાં રમાશે. આ પછી 2032ની યજમાની માટે દેશ અને શહેર પણ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે તે હજુ નક્કી થયું નથી. હવે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતે 2036માં યોજાનાર ઓલિમ્પિકનું આયોજન કરવાનો દાવો રજૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં ઓલિમ્પિક 2036 યોજાવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા પણ આ અંગે કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત 2036માં યોજાનારી ઓલિમ્પિક માટે આગળ આવી શકે છે. જ્યારે 2036 પહેલા 2032 ઓલિમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાશે. વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.