GUJARATI

W, W, W, W... ICC ટુર્નામેન્ટમાં બોલરે કર્યો વિકેટોનો વરસાદ, ડબલ હેટ્રિક લઈને બનાવ્યો ઈતિહાસ

Unique Cricket Records: T20 ક્રિકેટમાં ઘણા વિચિત્ર રેકોર્ડ જોવા મળે છે. આ ફોર્મેટમાં ઘણીવાર ફોર-સિક્સની તોફાની બેટિંગથી ફેન્સને રોમાંચિત કરે છે. આવી સ્થિતિમાં આ ફોર્મેટ ઘણીવાર બોલર માટે પીડાદાયક સાબિત થાય છે. ઘણી વખત બોલરો વિકેટ માટે પણ તનતોડ મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં હેટ્રિક લેવી કોઈના માટે અસંભવ લાગે છે. પરંતુ T20માં જ આર્જેન્ટિનાના હર્નાન ફેનેલે ચમત્કાર કરી બતાવ્યો છે. તેમણે હેટ્રિક લઈને નહીં પણ ડબલ હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો છે. શું હોય છે ડબલ હેટ્રિકનો અર્થ? ક્રિકેટની રમતમાં સળંગ 3 વિકેટને હેટ્રિક જ્યારે 4 બોલમાં 4 વિકેટ લેવાને 'ડબલ હેટ્રિક' કહી શકાય છે. આર્જેન્ટિનાના હર્નાન ફેનેલે ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ સબ રિજનલમાં કંઈક આવું જ જોવા મળ્યું છે. તેમણે અમેરિકા ક્વોલિફાયરની એક મેચમાં આ શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. 36 વર્ષીય ફાસ્ટ બોલરે કેમેન આઇલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. માથામાં કઈ છે... ચાલુ મેચમાં રોહિત શર્માને આવ્યો ગુસ્સો,બોલરની નાનકડી ભૂલ પડી ભારે ડબલ હેટ્રિક લેનાર છઠ્ઠો ખેલાડી બન્યો હર્નાન ફેનેલ ક્રિકેટના ઈતિહાસમાં 'ડબલ હેટ્રિક' લેનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેના શિકાર ટ્રોય ટેલર, એલિસ્ટેયર ઇફિલ, રોનાલ્ડ ઇબેન્ક અને એલેસેન્ડ્રો મોરિસ હતા. તેની ઘાતક બોલિંગે બેટિંગ ટીમને મિનિટોમાં જ બરબાદ કરી દીધી હતી. ફેનેલે 5 વિકેટ લીધી હતી અને માત્ર 14 રન જ આપ્યા હતા. ફેનેલ T20 ઈન્ટરનેશનલ સ્ટાર બોલર મલિંગા અને રાશિદ ખાનની ક્લબમાં સામેલ થઈ ગયો છે. ફિલ્મને ટક્કર આપતી રિયલ સ્ટોરી,પતિને છૂટાછેડા આપવા યુવતીએ પત્નીને આપ્યા 1.5 કરોડ T20Iમાં આ બોલરોએ લીધી ડબલ હેટ્રિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડબલ હેટ્રિકની સિદ્ધિ અફઘાનિસ્તાનના રાશિદ ખાન, શ્રીલંકાના લસિથ મલિંગા, આયર્લેન્ડના કર્ટિસ કેમ્પર, વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડર અને લેસોથોના વસીમ યાકૂબે હાંસલ કરી છે. ભલે ફેનેલે ઐતિહાસિક રેકોર્ડ બનાવીને વિરોધી ટીમને રન માટે તરસાવી દીધી. પરંતુ બેટ્સમેનોએ આશાઓ પર પાણી ફરી વળ્યું અને ટીમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.