GUJARATI

મારુતિ સુઝૂકીની બલેનો કાર પર 1.18 લાખની થશે બચત! આ રીતે ઉઠાવો ફાયદો

દેશના ઓટોમોબાઈલ સેક્ટર પર ગત મહિને એટલે કે નવેમ્બર 2024માં મારુતિ બલેનોનો જાદુ ખુબ ચાલ્યો. લાંબા સમય બાદ આ પ્રીમિયમ હેચબેક એકવાર ફરીથી દેશની નંબર 1 કાર બનવામાં સફળ રહી. ગત મહિને તેના 16293 યુનિટ વેચાયા હતા. મારુતિ સુઝૂકી પોતાની કારોને દેશના સેનાના જવાનોને CSD કેન્ટીનની મદદથી વેચે છે. કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે CSD પર જવાનો પાસેથી 28 ટકાની જગ્યાએ ફક્ત 14 ટકા જીએસટી લેવાય છે. જેના કારણે ત્યાંથી કાર ખરીદનારાઓને ટેક્સની મોટી અમાઉન્ટ બચે છે. Cars24 મુજબ અહીં બલેનોની શરૂઆતી કિંમત સિગ્મા વેરિએન્ટ માટે 5.90 લાખ રૂપિયા છે. જ્યારે તેની એક્સ શોરૂમ કિંમત 6.66 લાખ રૂપિયા છે. એટલે કે આ બેઝ વેરિએન્ટ ઉપર જ ટેક્સના તમારે 76 હજાર રૂપિયા બચી જાય. કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (CSD) વિશે થોડું સમજીએ. CSD રક્ષા મંત્રાલય હેઠળ ભારત સરકારનો એકમાત્ર સ્વામીત્વવાળો ઉપક્રમ છે. ભારતમાં અમદાવાદ, બાગડોગરા, દિલ્હી, જયપુર, કોલકાતા, અને મુંબઈ જેવા શહેરોમાં 34 CSD ડેપો છે. આ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા સંચાલિત છે. અહીં ભોજન, તબીબી ઉપકરણો, ઘરેલુ જરૂરિયાતો અને કારો પણ અફોર્ડેબલ કિંમતો પર વેચાય છે. CSD માંથી કાર ખરીદવા માટે પાત્ર ગ્રાહકોમાં સર્વિંગ અને રિટાયર્ડ સશસ્ત્ર દળના કર્મચારીઓ, સૈન્ય કર્મીની વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિક અને ડિફેન્સ સિવિલિયન સામેલ છે. મારુતિ બલેનોની સિવિલ અને CSD કિંમત બલેનોના આલ્ફા વેરિએન્ટની CSD કિંમત 8.20 લાખ રૂપિયા છે. જ્યારે તેની એક્સ શોરૂમ કિંમત 9.38 લાખ રૂપિયા છે. આવામાં તેના પર ટેક્સના 1.18 લાખ રૂપિયા બચી જશે. અત્રે જણાવવાનું કે બલેનોના કુલ 7 વેરિએન્ટ પર ટેક્સની બચત થઈ રહી છે. એન્જિન અને પાવર મારુતિ સુઝૂકી બલેનોના એન્જિનની વાત કરીએ તો તેમાં 1.2 લીટરનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે જે 89bhpનો પાવર અને 113Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. CNG મોડ પર આ એન્જિન 76bhp ની પાવર અને 98.5Nm નો ટોર્ક જનરેટ કરે છે. CNG મોડ પર આ કાર 31 km/kg ની માઈલેજ ઓફર કરે છે. આવનારા સમયમાં બલેનોનું હાઈબ્રિડ મોડલ પર લોન્ચ કરાશે. ફીચર્સનું લાંબુ લીસ્ટ મારુતિ બલેનોમાં ફીચર્સની કોઈ કમી નથી. તેમાં હેડ્સ અપ ડિસ્પ્લે, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, 6 એરબેગ જેવા ફીચર્સ મળે છે. આ સિવાય તેમાં સ્પેસ તમને ઘણી બધી મળી રહેશે. 5 લોકો તેમાં સરળતાથી બેસી શકે છે. સિટી અને હાઈવે પર આ ગાડીનું પ્રદર્શન ઘણું સારું છે. પરંતુ સેફ્ટી મામલે આ કાર નિરાશ કરે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.