GUJARATI

IND vs AUS: બોક્સિંગ ડે ટેસ્ટ માટે કાંગારૂઓની નવી ચાલ, આ 19 વર્ષીય બેટરને ટીમમાં કર્યો સામેલ

Sam Konstas Debut Against India in Melbourne Test: ઓસ્ટ્રેલિયાની ટીમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનાર બોક્સિંગ ડે ટેસ્ટમાં 19 વર્ષીય સેમ કોન્સટાસને પર્દાપણ કરવાની તક આપવા જઈ રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના આ મહત્વના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને યુવા ઓપનિંગ બેટર પાસે ખૂબ આશા છે. ન્યૂ સાઉથ વેલ્સથી આવતા સેમને લઈને ક્રિકેટ પ્રેમી ઉત્સાહિત છે અને પસંદગીકારીઓ તેને ટીમમાં સ્થાન આપ્યું છે. કોનસ્ટાસનો દમદાર રેકોર્ડ સેમ કોન્સટાસની પસંદગીનો આધાર તેનું તાજેતરનું પ્રદર્શન છે. 2024 બિગ બેશ લીગમાં તેણે સિડની થંડર માટે ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ કરી અને માત્ર 26 બોલમાં 57 રન ફટકાર્યા. આ ઈનિંગ સિડની થંડરના ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી બની ગઈ હતી. ભારત વિરુદ્ધ પ્રધાનમંત્રી ઈલેવન તરફથી રમતા સેમએ શાનદાર 107 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે મોહમ્મદ સિરાજ અને જાડેજા જેવા અનુભવી બોલરોનો સામનો કર્યો હતો. તો ઈન્ડિયા એ વિરુદ્ધ અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં તેણે અણનમ 73 રન બનાવ્યા અને પોતાની ટીમને જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટા ફેરફાર ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ બે ટેસ્ટ મેચ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. પસંદગીકારોએ મોટો નિર્ણય લેતા 25 વર્ષીય નાથન મેકસ્વીનીને બહાર કરી દીધો છે. મેકસ્વીનીએ પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર 72 રન બનાવ્યા હતા. તે ભારતીય બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. મેલબોર્ન અને સિડની ટેસ્ટ માટે ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમો ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઈસ્વારન, દેવદત્ત પડીક્કલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી. આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), જોશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાન્ઝ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ઝાય રિચર્ડસન, સ્ટીવ સ્મિથ મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.