199 Centuries hitting batsmen: 199 સદી... 273 અર્ધસદી... 61000 રન... આ આંકડાઓ જોઈને તમે કહી શકો કે આ શક્ય નથી, કારણ કે સૌથી વધુ રન અને સૌથી વધુ સદીનો રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ક્રિકેટના ઈતિહાસમાં એક એવા બેટર આવ્યા, જેમણે બોલરોને જોરદાર રીતે પછાડ્યા અને કેટલાક એવા રેકોર્ડ બનાવ્યા, જેના માટે અશક્ય શબ્દ એકદમ ફિટ બેસે છે. સચિન અને બ્રેડમેન જેવા સર્વકાલીન મહાન બેટ્સમેનોના આંકડા પણ આ દિગ્ગજની સરખામણીમાં નિસ્તેજ છે. વાસ્તવમાં, આ બેટ્સમેને ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમી અને 1905 થી 1934 ની વચ્ચે તેની કારકિર્દીમાં તેની બેટિંગ કુશળતા સાબિત કરી. 199 સદીઓનો અવિશ્વસનીય રેકોર્ડ હકીકતમાં 199 સદીઓનો વર્લ્ડ રેકોર્ડ ઈંગ્લેન્ડના જેક હોબ્સના નામે છે, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ મહાન આંકડો હાસિલ કર્યો. 1882માં જન્મેલા આ ઈંગ્લિશ ક્રિકેટરે ડોમેસ્ટિક ક્રિકેટમાં બોલરોના છોતરા કાઢી નાખ્યા હતા. 1905માં હોબ્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પગ મૂક્યો અને આશરે 29 વર્ષ લાંબા કરિયરમાં ધુઆંધાર બેટિંગ કરતા 61760 રન અને 199 સદી ફટકારી હતી. તેમણે આ રન 834 ફર્સ્ટ ક્લાસ મેચ રમતા બનાવ્યા હતા. હોબ્સની ફર્સ્ટ ક્લાસ એવરેજ 50ની ઉપર રહી. મહત્વનું છે કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન અને સદી આ દિગ્ગજના નામે છે. તેમનો આ રેકોર્ડ લગભગ કોઈ તોડી શકે. હોબ્સનું આંતરરાષ્ટ્રીય કરિયર પણ લાંબુ રહ્યું હતું. 23 વર્ષનું આંતરરાષ્ટ્રીય કરિયર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એન્ટ્રી કર્યાના ત્રણ વર્ષ બાદ હોબ્સની પસંદગી ઈંગ્લેન્ડની નેશનલ ટીમ માટે થઈ હતી. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1908માં મેલબોર્ન ટેસ્ટ મેચથી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી. 23 વર્ષના લાંબા કરિયરમાં જેક હોબ્સે 61 ટેસ્ટ મેચ રમી અને 5410 રન બનાવ્યા હતા. તેમણે 28 અડધી સદી અને 15 સદી ફટકારી હતી. 211 રન તેમનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. 1930માં આ દિગ્ગજે પોતાની વિદાય મેચ રમી. તેના 33 વર્ષ બાદ એટલે કે 1963માં આ દિગ્ગજનું નિધન થયું હતું. સચિન-બ્રેડમેનના આંકડા પણ નિસ્તેજ જેક હોબ્સની સામે ડોન બ્રેડમેન અને સચિન તેંડુલકરના ફર્સ્ટ ક્લાસના આંકડા નિસ્તેજ લાગે છે. બ્રેડમેનનું ફર્સ્ટ ક્લાસ કરિયર 234 મેચનું રહ્યું, જેમાં તેમણે 28067 રન બનાવ્યા હતા. 452 રનના બેસ્ટ સ્કોર સાથે બ્રેડમેને 117 સદી અને 69 અડધી સદી ફટકારી હતી. તો સચિને 310 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 25396 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટથી 81 સદી અને 116 અડધી સદી નિકળી હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાત સરકારે બોર્ડની પરીક્ષાના નિયમમાં કર્યો મોટો બદલાવ, હવે બદલી શકાશે ગ્રૂપ
December 24, 2024મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો જોવા મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે...
December 24, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
Alum and coconut oil: ફટકડી અને નાળિયેર તેલથી ત્વચા પર આવશે ગ્લો અને વાળ થશે કાળા, આ રીતે કરો ઉપયોગ
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Gond Laddu: શિયાળામાં રોજ ખાઈ લો 1 લાડુ, ઠંડીમાં બીમાર નહીં પડો, એકદમ સરળ છે રીત
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.