GUJARATI

IND vs AUS 3rd Test: બ્રિસ્બેનમાં વરસાદે મેચની મજા બગાડી, પહેલા દિવસે ફક્ત 80 બોલનો ખેલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બનમાં શરૂ થઈ ગઈ. મેચના આજે પહેલી દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. વરસાદના કારણે પહેલા દિવસે ફક્ત 13.2 ઓવર ફેંકાઈ. પહેલા સેશનમં આ ઓવર ફેંકાઈ હતી. ત્યારબાદ આખા દિવસનો ખેલ થઈ શક્યો નહીં. સતત વરસાદ જોતા એમ્પાયરોએ દિવસની રમતના અંતની જાહેરાત કરી દીધી. સ્ટમ્પ સમયે ઉસ્માન ખ્વાજા 19 રન અને નાથન મેકસ્વીની 4 રન બનાવીને રમતમાં હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 28 રન શૂન્ય વિકેટ હતો. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ બે ફેરફાર કર્યા છે. દિગ્ગજ સ્પીનર રવિચંદ્રન અશ્વિન અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાની જગ્યાએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર આકાશ દીપને તક આપવામાં આવી છે. ભારતે સિરીઝની પહેલી મેચ પર્થમાં જીતી હતી. ત્યારે મેજબાન ટીમને 295 રનથી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે ટીમ ઈન્ડિયા ઘરેલુ મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 0-3ના અંતરથી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. તે વખતે કોઈને આવા પ્રદર્શનની આશા નહતી. ભારતે 1-0ની લીડ મેળવ્યા બાદ એડિલેડમાં બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ મેચ પિંક બોલથી રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ વાપસી કરી અને મેચ 10 વિકેટથી જીતી લીધી. તેણે સિરીઝ 1-1 થી બરાબર કરી. બંને ટીમોની પ્લેઈંગ 11 ઓસ્ટ્રેલિયા- ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ(કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લોયન, જોશ હેઝલવુડ ભારત- યશસ્વી જયસ્વાલ, કે એલરાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કીપર), રોહિત શર્મા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, નીતિશકુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.