GUJARATI

આયો ખુશીના દ'હાડો! ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, વિસ્તૃત નોટિફિકેશન જાહેર

Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે નવું વર્ષ સારું રહેનાર છે. 8 જાન્યુઆરીથી શારિરીક કસોટી શરુ થઇ શકે છે. જી હા...અંદાજે બે મહિના શારિરીક કસોટી ચાલશે. ભરતી બોર્ડ દ્વારા જે તે જિલ્લામા મેદાન તૈયાર કરવાં માટે અત્યારથી સુચના આપી દેવામાં આવી છે. ભરતી બોર્ડ ઝડપથી જ તારીખની જાહેરાત કરશે. PSI અને લોકરક્ષક માટે હાલ શારીરિક કસોટી યોજવાની છે. સોશિયલ મીડિયા પર પોલીસ ગ્રાઉન્ડની વિગતોની માહિતી ફરતી થઇ હતી. મોંઘવારીના માર વચ્ચે રાહત આપતી મોટી ખબર, આજે ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ મહત્વનું છે કે ભરતી બોર્ડ દ્વારા જે તે જિલ્લામા મેદાન તૈયાર કરવાં માટે કહેવામાં આવ્યું છે તેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, સાબકકાંઠા, ભરૂચ, જામનગર, સીઆરપીએફ અમદાવાદ, સીઆરપીએફ ગોધરા, સીઆરપીએફ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડના નોડલ અધિકારી અને તેમની વિગતો આપવામાં આવી છે. ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો રેટ 12 હજાર પોલીસની ભરતી થશે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. સંયુક્ત કુટુંબને સાચવીને રહેતી પાટીવાર પરિવારની વહુઓનો વટ પડ્યો! સમાજે કર્યું સન્માન રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.