GUJARATI

જિયોએ લોન્ચ કર્યો નવો સુપરહિટ પ્લાન! માત્ર 10 રૂપિયા દરરોજના ખર્ચમાં મળશે 200 દિવસની વેલિડિટીવાળો પ્લાન

Jio New Plan : જિયોએ નવા વર્ષ પહેલા ગ્રાહકોને ભેટ આપી છે. જિયોએ પોતાના કરોડો ગ્રાહકો માટે ન્યૂ યર વેલકમ ઓફર લોન્ચ કરી છે. આ પ્લાનની કિંમત નવા વર્ષ પર 2025 રૂપિયા રાખવામાં આવી છે. જિયો દર વર્ષે કોઈને કોઈ નવા પ્લાન લોન્ચ કરતું રહે છે. આ પ્લાનના ફાયદા પણ અનલિમિટેડ છે. આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેનો એક દિવસનો ખર્ચ લગભગ 10 રૂપિયા આવશે. જિયોનો ન્યૂ યર વેલકમ પ્લાન જિયો પોતાના ગ્રાહકો માટે ન્યૂ યર વેલકમ નામથી એક ખાસ પ્રીપેડ પ્લાન લાવ્યું છે. નવા પ્લાનની કિંમત 2025 રૂપિયા છે. ન્યૂ યર વેલકમ પ્લાનમાં 200 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનની અંદર 2.5 જીબી ડેટા દરરોજ મળશે. આ પ્લાનમાં કુલ 500 જીબી 4જી ડેટા મળશે. આ સાથે તેમાં અનલિમિટેડ 5જી ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસનો લાભ મળશે. જિયોના ગ્રાહકોને 2025 રૂપિયા સુધીના પાર્ટનર બેનિફિટ્સ પણ મળશે. પ્લાનની ખાસિયત ડેટાઃ કુલ 500 જીબી 4જી અને અનલિમિટેડ 5જી ડેટા. કોલ અને એસએમએસઃ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ વેલિડિટીઃ 200 દિવસ આ પણ વાંચોઃ YouTube પર સૌથી વધુ કેવા Video જોવાય છે ખબર છે ? આ વાત જાણીને તમે દંગ રહી જશો એક્સ્ટ્રા બેનિફિટ્સ Ajio કૂપનઃ 500 રૂપિયાના કૂપન જેને 2999 રૂપિયા કે તેનાથી વધુની ખરીદી પર રિડીમ કરી શકાય છે. Easemy Trip: 1500 રૂપિયાના કૂપન, જેને ફલાઇટ ટિકિટ પર રિડીમ કરી શકાય છે. સ્વિગી કૂપનઃ 1500 રૂપિયાના કૂપન, જેને 499 રૂપિયાથી વધુના ઓર્ડર પર રિડીમ કરી શકાય છે. આ પ્લાનથી સસ્તો સાબિત થશે આ પ્લાન જિયોના અન્ય મંથલી પ્લાનની તુલનામાં વધુ સસ્તો છે અને 450 રૂપિયા સુધી સસ્તો પડે છે. સાથે તમારા હાલના પ્લાનની વેલિડિટી સમાપ્ત થઈ રહી છે તો આ પ્લાન એક્ટિવ કરી શકાય છે. આ પ્લાન MYjio એપ દ્વારા એક્ટિવ કરી શકાય છે, જ્યાં અન્ય પ્લેટફોર્મની તુલનામાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગશે નહીં. ક્યા સુધી છે ઓફર આ ઓફર 11 ડિસેમ્બર 2024થી 11 જાન્યુઆરી 2025 સુધી વેલિડ છે. ગ્રાહક પોતાના વર્તમાન પ્લાન ઉપર પણ તે લઈ શકે છે, જ્યારે તમારો વર્તમાન પ્લાન ખતમ થશે તો આ પ્લાન એક્ટિવ થઈ જશે. જો તમારે લાંબી વેલિડિટીની જરૂર છે તો આ પ્લાન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.