GUJARATI

Reliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધું

Reliance Jio: દેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના સસ્તા અને વધારે બેનિફિટ વાળા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે. Jio ના પોર્ટફોલિયોમાં યુઝર્સને લોંગ ટોપ વેલીડીટીના અનેક રિચાર્જ પ્લાન મળે છે. આ રિચાર્જ પ્લાનમાંથી સૌથી બેસ્ટ રિચાર્જ પ્લાન વિશે આજે તમને જણાવીએ. આ રિચાર્જ પ્લાનમાં તમને ઓછી કિંમતે વધારે વેલીડીટી અને અન્ય બેનિફિટ મળશે. તો ચાલો તમને આ પ્લાન વિશે વિસ્તારમાં જણાવીએ. આ પણ વાંચો: Hair Fall: આ તેલ લગાડશો તો ખરતા વાળની સમસ્યાથી મળશે કાયમી છુટકારો રિલાયન્સ જીયોએ અલગ અલગ પ્રાઇઝ રેન્જમાં અનેક રિચાર્જ પ્લાન ઓફર કર્યા છે. જે બધા જ અલગ અલગ બેનિફિટ્સ સાથે આવે છે. બધા જ પ્લાનમાં ડેટા બેનિફિટ, વેલીડીટી અને કોલિંગના બેનિફિટ અલગ અલગ હોય છે. રિલાયન્સ જિયોનો સૌથી વધુ વેલીડીટીવાળો પ્લાન આ પણ વાંચો: Constipation: વર્ષો જૂની કબજિયાત દવા વિના મટી જશે, પલાળેલા તલ આ રીતે ખાવાનું શરૂ કરો જે પ્લાનની અહીં વાત થઈ રહી છે તે છે 1899 નો રિચાર્જ પ્લાન. આ રિચાર્જ પ્લાનમાં તમને 336 દિવસ એટલે કે 11 મહિનાની વેલીડીટી મળે છે. આ પ્લાનમાં રિચાર્જ કરીને તમે 11 મહિના સુધી દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટથી બચી શકો છો. આ પ્લાનમાં કુલ 24 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. જેમાં તમે હાઈ સ્પીડ ઇન્ટરનેટ યુઝ કરી શકો છો. આ પણ વાંચો: Walnuts: શિયાળામાં રોજ 5 અખરોટ ખાઈ લેવા, આ પાંચ સમસ્યાઓ તમારાથી રહેશે સો ફૂટ દૂર Reliance jio નો આ પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. એટલે કે તમે ભારતમાં કોઈ પણ નેટવર્ક પર ઈચ્છા હોય એટલું કોલિંગ કરી શકો છો. આ સિવાય દેશભરના કોઈપણ નેટવર્કમાં 3,600 એસએમએસ ફ્રી કરી શકો છો. આ રિચાર્જ પ્લાનમાં યુઝરને જીઓ ટીવી, જીઓ સિનેમા અને જીઓ ક્લાઉડનું ફ્રીસ સબક્રિપ્શન પણ મળે છે. જો તમને પણ વધારે ડેટાની જરૂર ન હોય પણ તમે લાંબી વેલીડીટી વાળો પ્લાન શોધી રહ્યા છો તો રિલાયન્સ નો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન જીઓ વેબસાઈટના વેલ્યુ સેક્શનમાં મળી જાય છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.