GUJARATI

કઈ રીતે WTC ફાઈનલમાં પહોંચી શકે છે ભારત, જાણો ટીમ ઈન્ડિયાના પક્ષમાં કયા-કયા સમીકરણ

નવી દિલ્હીઃ India WTC Final Scenario: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. તેવામાં હવે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકી પોતાની બંને મેચ જીતવી પડશે, બાકી તેણે બીજી ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. જાણો શું છે સમીકરણ? ભારતની બે જીતનો અર્થ છે કે તેની જીતની ટકાવારી 60.53 થઈ જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા સામે 2-0થી જીત્યા બાદ પણ 57.02 ટકા અંક મેળવી શકશે. બીજી તરફ જો ભારત એક ટેસ્ટ મેચ જીતે છે અને એક ડ્રો કરે છે તો તેના 57.02 પોઈન્ટ હશે અને ઓસ્ટ્રેલિયા ત્યારે તેનાથી આગળ નિકળી શકે છે, જ્યારે તે શ્રીલંકાને 2-0થી હરાવે. ત્યારે ઓસ્ટ્રેલિયાના 58.77 ટકા પોઈન્ટ થઈ જશે. જો ભારત 2-1થી સિરીઝ જીતે છે તો ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 1-0 કરતા વધુ અંતરથી હરાવવું પડશે કે દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન સામે ઓછામાં ઓછા 0-1થી હારી જાય. જો સિરીઝ 2-2થી ડ્રો રહે, ત્યારે ભારત 55.26 પોઈન્ટ પર સમાપ્ત કરશે અને ત્યારે ઓસ્ટ્રેલિયાનો શ્રીલંકા સામે 1-0થી પરાજય થયો જોઈએ કે પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવવું પડશે. જો સિરીઝ 1-1થી ડ્રો રહે તો ત્યારે ભારત 53.51 જીત ટકાવારી સાથે સમાપ્ત કરશે. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાએ બંને ટેસ્ટ હારવી પડશે કે ઓસ્ટ્રેલિયા શ્રીલંકા સામે 1-0થી હારે કે સિરીઝ 0-0થી ડ્રો રહે. જો બંને સિરીઝ ડ્રો થઈ જાય તો ઓસ્ટ્રેલિયા અને ભારતના 53.51 ટકા પોઈન્ટ રહી જશે. પરંતુ ભારત આ ચક્રમાં વધુ સિરીઝ જીતવાને કારણે આગળ વધી જશે, પરંતુ શ્રીલંકા 2-0થી જીતે છે તો તે ભારતથી આગળ પહોંચી જશે. જો ભારત 1-2થી હારે તો ત્યારે ભારતના 51.75 ટકા જીત પોઈન્ટ હશે અને તે ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં પહોંચી જશે, ભલે તે પોતાની આગામી મેચ હારી જાય, જ્યાં શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યા છતાં 53.85 જીત ટકાવારી પોઈન્ટ પર રહેશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.