How to get confirm ticket with Vikalp Scheme: તહેવારોની સિઝનમાં વિદેશમાં રહેતા લોકો જ્યારે પોતાના વતન જવાનું વિચારે છે ત્યારે તેમને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે તે રેલવે ટિકિટની છે. આવા પ્રસંગોમાં અચાનક મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે ટિકિટ કન્ફર્મ થતી નથી. પરંતુ આ વખતે રેલવેએ આવા પરેશાન મુસાફરોને થોડી રાહત આપવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ દિવાળીએ ભારતીય રેલ્વે (IRCTC) એ એક વિકલ્પ યોજના શરૂ કરી છે, જે વેટિંગ લિસ્ટવાળા ટિકિટોથી પરેશાન મુસાફરોને રાહત આપશે. આ યોજના મુસાફરોને વૈકલ્પિક ટ્રેનોમાં કન્ફર્મ સીટો મેળવવાની તકો વધારીને મદદ કરશે. વિકલ્પ યોજના શું છે? વિકલ્પ યોજના ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (આઈઆરસીટીસી)ની એક પહેલ છે, જેણે યાત્રીઓને વેકલ્પિક ટ્રેનનો વિકલ્પ આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ યોજનાનો ફાયદો ત્યારે મળી શકશે જ્યારે કોઈ યાત્રી પોતાની મૂળ બુકિંગ હેઠળ કન્ફર્મ સીટ મેળવવામાં અસમર્થ હોય છે. આ યોજના હેઠળ વેટિંગ લિસ્ટવાળા મુસાફરોને તે જ માર્ગ પર ઉપલબ્ધ સીટોવાળી અન્ય ટ્રેનોમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે એ ધ્યાન રાખવું જરૂરી છે કે આ યોજના હેઠળ તમારી ટિકિટ કન્ફર્મ થઈ જાય એ જરૂરી નથી. વિકલ્પ યોજના કેવી રીતે કામ કરે છે? જ્યારે કોઈ યાત્રી વિકલ્પ યોજનાનું ઓપ્શન પસંદ કરે છે તો તેની વેટિંગ લિસ્ટવાળી ટિકિટને મૂળ રૂપથી નિર્ધારિત પ્રસ્થાનના 12 કલાકની અંદર ચાલનાર કોઈ અન્ય ટ્રેનમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જો કોઈ વૈકલ્પિક ટ્રેનમાં સીટ ઉપલબ્ધ થઈ જાય છે, તો યાત્રીની ટિકીટ એની જાતે જ કન્ફર્મ થઈ જશે. આ સુવિધા/યોજના વિશેષ રૂપથી વ્યસ્ત દિવાળી અને છઠની મોસમ દરમિયાન ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, ટિકિટ કન્ફર્મ થયા બાદ કેન્સલ કરવામાં આવે છે તો કેન્સિલેશન ફીસ લાગૂ થશે. શું છે વિકલ્પ યોજના પસંદ કરવાની પદ્ધતિ? ➤ IRCTC વેબસાઇટ અથવા એપ પર જાઓ અને લોગ ઇન કરો. ➤ તમારી મુસાફરીની તારીખ, ગંતવ્ય અને વર્ગ પસંદ કરો. ➤ મુસાફરોની વિગતો દાખલ કર્યા પછી તમારા બુકિંગની પુષ્ટિ કરવા માટે ચુકવણી કરો. ➤ વિકલ્પ યોજના પસંદ કરવાનો વિકલ્પ તમારી સ્ક્રીન પર દેખાશે. ➤ વૈકલ્પિક ટ્રેનોની યાદી પણ આવશે. તમે અહીં ઉપલબ્ધ કોઈપણ વૈકલ્પિક ટ્રેન પસંદ કરી શકો છો. ➤ એકવાર ચાર્ટ જનરેટ થઈ જાય પછી વૈકલ્પિક ટ્રેનમાં તમારું બુકિંગ કન્ફર્મ થયું છે કે કેમ તે જોવા માટે તમારું PNR સ્ટેટસ તપાસો. વિકલ્પ યોજનાની મુખ્ય વિશેષતાઓ: ➤ આ માત્ર મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે જ ઉપલબ્ધ છે અને માત્ર વેઇટલિસ્ટ મુસાફરો માટે જ લાગુ પડે છે. ➤ યોજનામાં જોડાવા માટે કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. ➤ વિકલ્પ પસંદ કરનારા મુસાફરોને વૈકલ્પિક ટ્રેનો માટે વિચાર કરવામાં આવે છે. ➤ એકવાર વૈકલ્પિક ટ્રેનમાં ટ્રાન્સફર થયા બાદ મુસાફર મૂળ ટ્રેનમાં પાછા જઈ શકતા નથી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાત સરકારે બોર્ડની પરીક્ષાના નિયમમાં કર્યો મોટો બદલાવ, હવે બદલી શકાશે ગ્રૂપ
December 24, 2024મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો જોવા મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે...
December 24, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
Alum and coconut oil: ફટકડી અને નાળિયેર તેલથી ત્વચા પર આવશે ગ્લો અને વાળ થશે કાળા, આ રીતે કરો ઉપયોગ
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Gond Laddu: શિયાળામાં રોજ ખાઈ લો 1 લાડુ, ઠંડીમાં બીમાર નહીં પડો, એકદમ સરળ છે રીત
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.