GUJARATI

આતુરતાનો અંત! કંપનીનો સૌથી પાવરફૂલ ફોન OnePlus 13 લોન્ચ, 6000mAh બેટરી અને 24GB રેમ

OnePlus એ પોતાનો ફ્લેગશિપ ડિવાઈસ OnePlus 13 લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનને ચીનમાં લોન્ચ કર્યો છે, જે દમદાર ફીચર્સની સાથે આવે છે. બ્રાન્ડે તેમાં લેટેસ્ટ Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આપ્યું છે. તેમાં ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે. વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ, 5,000 લોકો...60 મિનિટ અને 2.50 લાખ સીડબોલ બ્રાન્ડે આ ફોનમાં 6000mAh ની બેટરી આપી છે, જે કોઈ પણ ફ્લેગશિપ ફોનમાં મળનાર સૌથી મોટી બેટરી છે. સ્માર્ટફોન વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. આવો જાણીએ આ ફોનની કિંમત અને બીજી ડિટેલ્સ. શું છે સ્પેસિફિકેશન્સ? OnePlus 13 માં કંપનીએ 6.82 ઈંચની 2k રિઝોલ્યુશન ડિસ્પ્લે આપી છે. આ એક LTPO AMOLED સ્ક્રીન છે, જે 4500Nits ની પીક બ્રાઈટનેસની સાથે આવે છે. સ્માર્ટફોન Snapdragon 8 Elite પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 24 GB સુધી RAM અને 1TB સુધીનો સ્ટોરેજ મળે છે. ડાકોર મંદિરમાં થઈ મોટી લૂંટ; 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા ઓપ્ટિક્સની વાત કરીએ તો આ ફોન 50MP ના મેન લેંસ, 50MPના પેરીસ્કોપિક કેમેરા અને 50MP નો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સની સાથે આવે છે. જ્યારે ફ્રન્ટમાં કંપનીએ 32MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઈસને પાવર આપવા માટે 6000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 100Wનું ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં તમને 50Wનું વાયરલેસ ચાર્જિંગ પણ મળે છે. સ્માર્ટફોન IP69 રેટિંગની સાથે આવે છે. તેમાં અલ્ટ્રા સોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કંપની તેણે જલ્દીથી ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી શકે છે. ડિવાઈસ Android 15 પર બેસ્ડ OxygenOS 15 ની સાથે લોન્ચ થશે. આજથી બદલાયો ટ્રેન ટિકીટ રિઝર્વેશનનો નિયમ! જાણો બુકિંગથી લઈને કેન્સિલેશનનો નિયમ કેટલી છે કિંમત? ચીનમાં OnePlus 13 ને કંપનીએ ચાર કોન્ફિગ્રેશનમાં લોન્ચ કર્યો છે. ફોનનું બેસ વેરિયન્ટ 12GB RAM + 256GB સ્ટોરેજની સાથે 4499 યુઆન (લગભગ 53,200 રૂપિયા)માં આવે છે. જ્યારે 12GB RAM + 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 4,899 યુઆન (લગભગ 57,900 રૂપિયા) છે. 16GB RAM + 512GB સ્ટોરેજ વેરિયન્ટને કંપનીએ 5299 યુઆન (લગભગ 62,600 રૂપિયા)માં લોન્ચ કર્યો છે. જ્યારે 24GB RAM + 1TB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 5,999 યુઆન (લગભગ 70,900 રૂપિયા) છે. સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ થયા છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.