GUJARATI

દિવાળીના લીધે દિલ્લીમાં વધ્યું ઝેરી હવાનું દબાણ! AAP સરકાર નિશાના પર

ઝી બ્યૂરો, અમદાવાદઃ દિવાળીની રાત્રિ દેશની રાજધાની નવી દિલ્લીના લોકો માટે મુસીબત લઈને આવી... કેમ કે નેહરૂનગર, પટપડગંજ, અશોક વિહાર અને ઓખલામાં PM 2.5નું લેવલ 850થી 900ની વચ્ચે નોંધાયું... એટલે નવી દિલ્લી અને NCRમાં વધુ ઝેરી બની ગઈ... જેના કારણે લોકોને આંખોમાં બળતરા, ગળામાં ખારાશ અને ઉધરસના કેસની સંખ્યામાં વધારો થયો... ત્યારે આ સ્થિતિમાં શું કરવું જોઈએ?... દિલ્લીમાં કેમ પ્રદૂષણમાં વધારો થયો?...જાણીએ આ અહેવાલમાં વાત દેશની રાજધાની નવી દિલ્લીની છે. દિવાળીની રાત્રે લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડાં ફોડ્યા... જેના કારણે દિલ્લી-એનસીઆરની હવા વધુ ઝેરી બની ગઈ. સ્થિતિ એવી સર્જાઈ કે રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારમાં PM 2.5નું સ્તર નક્કી કરેલી મર્યાદાથી 15 ગણું વધી ગયું... નેહરૂનગરમાં PM 2.5નું લેવલ 850થી 900ની વચ્ચે નોંધાયું અશોક વિહાર અને ઓખલામાં પણ PM 2.5નું લેવલ 850થી 900ની વચ્ચે નોંધાયું વિવેક વિહારમાં PM 2.5નું લેવલ 1800 સુધી પહોંચી ગયું પટપડગંજમાં PM 2.5નું લેવલ 1500 સુધી નોંધાયું દિલ્લીમાં દિવાળીના કારણે હવામાં પ્રદૂષણ વધ્યું. જેના કારણે ડોક્ટરોએ લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. ખાસ કરીને શ્વાસ સંબંધિત બીમારીવાળા દર્દી, સિનિયર સિટીઝન અને બાળકોને ખાસ અપીલ કરવામાં આવી છે. હવામાં પ્રદૂષણ વધતાં ફરી એકવાર આમ આદમી પાર્ટીના તમામ દાવાની પોલ ખૂલી ગઈ છે... અનેક વિસ્તારોમાં ફરી એકવાર મોબાઈલ એન્ટી સ્મોગ ગન અને વોટર ગનથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મોબાઈલ એન્ટી સ્મોગ ગનને ફ્લેગ ઓફ કરાવ્યું. સાથે જ રાજ્યમાં પ્રદૂષણ ઓછું હોવાનો દાવો કર્યો. દિલ્લીમાં હવા ઝેરી બનતાં કેજરીવાલ સરકાર ફરી વિરોધ પક્ષના નિશાના પર આવી ગઈ. શિયાળો વધતાં જ હવા પ્રદૂષણ વધવાના કારણે દિલ્લી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે... કેજરીવાલની સરકારના દિલ્લીમાં 10 વર્ષ થવા છતાં કોઈ સુધારો થયો નથી. ત્યારે આ મામલે સરકારે ચોક્કસ કંઈક વિચારવું પડશે.. નહીં તો ચૂંટણીમાં મતદારો પોતાના મતથી જવાબ આપી શકે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.