GUJARATI

જિયોના કરોડો યૂઝર્સને મુકેશ અંબાણીની દિવાળી ભેટ! આખુ વર્ષ મળશે Free 5G Data, જાણો કેવી રીતે લાભ મેળવશો

રિલાયન્સ જિયો દિવાળી પર એક ધમાકેદાર ઓફર લાવ્યા છે. હવે 45 કરોડથી વધુ જિયો યૂઝર્સને આખું વર્ષ ફ્રી ઈન્ટરનેટ મળી શકે છે. આ ઓફર એવા બધા લોકો માટે ખુબ સારી છે જે વધુ ડેટા વાપરે છે. આ એક ગેમ ચેન્જર પ્લાન છે. જેના માટે તમારે પોતે અપ્લાય કરવું પડશે. અત્રે જણાવવાનું કે આ ઓફર 3 નવેમ્બર સુધી જ છે. ત્યારબાદ આ ઓફર ખતમ થઈ જશે. જાણો વિગતો. Jio’s Diwali Dhamaka જિયોનો દિવાળી ધમાકો આખુ વર્ષ તમને જરાય અટક્યા વગર ઈન્ટરનેટનો અનુભવ કરાવશે. આ પ્લાન સાથે યૂઝર્સ રોજ ડેટા લિમિટ ખતમ થવાની કોઈ ચિંતા વગર હાઈ સ્પીડ 5જી ડેટાનો લાભ ઉઠાવી શકશે. જિયોએ ખાસ કરીને પોતાના યૂઝર્સ માટે તહેવારની સીઝનને વધુ ખાસ બનાવવા માટે પણ આ ઓફર લોન્ચ કરી છે. કેવી રીતે મેળવશો આખું વર્ષ ફ્રી ડેટા? એક વર્ષ માટે મફત ઈન્ટરનેટ મેળવવા માટે યૂઝર્સે રિલાયન્સ ડિજિટલ કે MyJio સ્ટોરથી 20,000 રૂપિયા કે તેનાથી વધુનો સામાન ખરીદવાનો રહેશે. એકવાર યોગ્ય જાહેર થયા બાદ યૂઝર્સને એક વર્ષ (12 મહિના) સુધી મફત ઈન્ટરનેટ મળશે. આ વિશેષ ઓફર ફક્ત 3 નવેમ્બર સુધી જ ઉપલબ્ધ છે. ગ્રાહકોએ જો આ ઓફરનો લાભ લેવો હોય તો ઉતાવળ કરવી પડશે. જિયો પોતાના એર ફાઈબર પ્લાન ઉપર પણ એક વિશેષ ડીલ આપી રહ્યું છે. દિવાળી ધમાકા ઓફર હેઠળ ગ્રાહક 2,222 રૂપિયામાં લગભગ 3 મહિના માટે જિયો એર ફાઈબર સેવા મેળવી શકે છે. 12 કૂપન મળશે જિયોના દિવાળી ઓફરના ભાગ સ્વરૂપે કંપની એર ફાઈબર યૂઝર્સને નવેમ્બર 2024 અને ઓક્ટોબર 2025 વચ્ચે રિચાર્જ માટે 12 એડવાન્સ કૂપન આપે છે. આ કૂપન એક્ટિવ જિયો એર ફાઈબર પ્લાન બરાબર હશે અને તેને રિલાયન્સ ડિજિટલ, MyJio એપ, જિયો પોઈન્ટ કે જિયો માર્ટ ડિજિટલ એક્સક્લૂઝીવ સ્ટોર પર રિડીમ કરી શકાશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.