GUJARATI

આ દેશમાં દર 5 વર્ષ બાદ વહે છે લોહીની નદીઓ! જાણો શું છે બ્લડ ફેસ્ટિવલ?

Gadhimai Mandir Nepal Blood Festival: ગઈકાલે બિહાર અને નેપાળની સરહદે 400 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. સશસ્ત્ર સીમા બલ (SSB), બિહાર પોલીસ, પીપલ ફોર એનિમલ્સ (PFA) અને હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ (HSI)એ મળીને 400 પ્રાણીઓને સરહદ પાર કરતા અટકાવ્યા હતા. આ પ્રાણીઓમાં 74 ભેંસ અને 326 બકરીઓ સામેલ હતી. શું તમે જાણો છો કે આ પ્રાણીઓને ક્યાં લઈ જવામાં આવ્યા હતા? 2 દિવસમાં 2.5 લાખ પશુઓનું બલિ ચઢાવાઈ આ પ્રાણીઓને નેપાળ લઈ જવામાં આવી રહ્યા હતા, જ્યાં તેમને બલિ ચઢાવવાની હતી. જી હા... છેલ્લા 2 દિવસમાં 2.5 લાખથી વધુ પશુઓની બલિ ચઢાવવામાં આવી છે. આ પ્રાણીઓમાં ભેંસ, બકરી, ભૂંડ, ઉંદર અને કબૂતર જેવા પ્રાણીઓનો સામેલ હતા. નેપાળમાં ઉજવાતા આ તહેવારને ગઢીમાઈ તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના ઘણા દેશો તેને બ્લડ ફેસ્ટિવલ પણ કહે છે. ક્યાં આવેલું છે ગઢીમાઈ મંદિર? નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 160 કિલોમીટર દૂર બરિયાપુર ગામ આવેલું છે. આ ગામમાં માતા ગઢીમાઈનું મંદિર છે. આ મંદિરમાં દર 5 વર્ષમાં એકવાર ગઢીમાઈનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લાખો પશુઓનું બલિ ચઢાવવામાં આવે છે. હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર 2009માં અહીં 5 લાખથી વધુ પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવી હતી. 2014 અને 2019માં પણ 2.5 લાખથી વધુ પશુઓનું બલિ ચઢાવવામાં આવી હતી. શું છે બલિ ચઢાવવાની માન્યતા? આ તહેવાર સદીઓ જૂનો છે. આ તહેવાર લગભગ 265 વર્ષ પહેલા 1759માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. માન્યતાઓનું માનીએ તો ગઢીમાઈ મંદિરના સ્થાપક ભગવાન ચૌધરીને એક રાત્રે સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નમાં ગઢીમાઈ માતાએ તેને જેલમાંથી મુક્ત કરવા અને તેને સુખ અને સમૃદ્ધિથી બચાવવા માટે માનવ બલિ માંગી છે. ભગવાન ચૌધરીએ મનુષ્યને બદલે પશુઓની બલિ ચઢાવી હતી અને ત્યારથી દર 5 વર્ષે ગઢીમાઈ મંદિરમાં લાખો પશુઓની બલિ ચઢાવવાની પરંપરા ચાલી રહી છે. શક્તિપીઠોમાંથી એક છે આ મંદિર વિશ્વના ઘણા મોટા દેશો અને સંગઠનોએ આ તહેવારની નિંદા કરી ચૂક્યા છે. ઘણા હેલ્થ એક્ટિવિસ્ટે આ તહેવારની નિંદા કરી ચૂક્યા છે. નોંધનીય છે કે, આ વર્ષે 16 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ગઢીમાઈ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આવતીકાલે એટલે કે, રવિવાર ગઢીમાળ ઉત્સવનો છેલ્લો દિવસ છે. આ ઉત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ગઢીમાઈ મંદિરે આવે છે. ચીન, અમેરિકા અને યુરોપના ઘણા લોકો પણ આ ફેસ્ટિવલમાં ભાગ લે છે. પૂજારી પોતાનું રક્ત અર્પણ કરીને ગઢીમાઈ ઉત્સવની શરૂઆત કરે છે. આ મંદિર નેપાળના શક્તિપીઠમાંથી એક માનવામાં આવે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.