GUJARATI

ન્યૂઝીલેન્ડ સામે ભારતે ઘરઆંગણે નામ બોળ્યું! ટેસ્ટમાં વ્હાઈટવોશ, એજાઝ પટેલે લીધી 11 વિકેટ

India vs New Zealand: ભારતીય ટીમે ફરી એકવાર નાલેશી નોંધાવી. જીહાં, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો વ્હાઈટવોશ થયો. સતત ત્રીજી મેચમાં ભારતની હાર, ન્યૂઝીલેન્ડે 3-0 થી ટેસ્ટી સિરિઝ કબજે કરી લીધી. ન્યૂઝીલેન્ડે ત્રીજી ટેસ્ટમાં ભારતને 25 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની ઈતિહાસનો સૌથી કારમો પરાજય. આ સાથે ટીમે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ 3-0થી જીતી લીધી છે. કિવી ટીમે પહેલીવાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. ભારતના ઘર આંગણે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો એજાઝ પટેલ હીરો બની ગયો. મુંબઈ ટેસ્ટમાં એજાઝ પટેલે 11 વિકેટ ઝડપી પાડી. ન્યૂઝીલેન્ડે ત્રીજી ટેસ્ટમાં ભારતને 25 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની ઈતિહાસનો સૌથી કારમો પરાજય. આ સાથે ટીમે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ 3-0થી જીતી લીધી છે. કિવી ટીમે પહેલીવાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત પાસે 28 રનની લીડ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડનો બીજો દાવ 174 રન પર સમેટાઈ ગયો હતો. ભારતને 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.