GUJARATI

એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર

ભારતીય ગ્રાહકો વચ્ચે સેડાન સેગમેન્ટની કારોની ડિમાન્ડ હંમેશાથી રહી છે. આ સેગમેન્ટમાં હોન્ડા સિટી, હ્યુન્ડઈ વરના, સ્કોડા સ્લાવિયા અને ફોક્સવેગન વર્ટસ જેવી કાર જબરદસ્ત પોપુલર છે. જો તમે પણ નવી સેડાન કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં દિગ્ગજ કાર નિર્માતા કંપની ફોક્સવેગન પોતાની પોપુલર સેડાન વર્ટસ પર નવેમ્બર મહિના દરમિયાન બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. ન્યૂઝ વેબસાઇટ ઓટોકાર ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર નવેમ્બર મહિનામાં ફોક્સવેગન વર્ટસ (Volkswagen Virtus) ખરીદવા પર ગ્રાહકોને મહત્તમ રૂ. 2 લાખ સુધીની બચત થઈ શકે છે. મહત્વનું છે કે સૌથી વધુ ડિસ્કાઉન્ટ MY 2023 પર મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટની વધુ જાણકારી માટે ગ્રાહક પોતાના નજીકના ડીલર સાથે સંપર્ક કરી શકો છો. આવો જાણીએ ફોક્સવેગન વર્ટસના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે.. આટલી છે વર્ટસની કિંમત મહત્વનું છે કે કારના ઈન્ટીરિયરમાં ગ્રાહકોને 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જિંગ, સનરૂફ, વેન્ટીલેટેડ ફ્રંટ સીટો, એલઈડી હેન્ડલેમ્પ, 8-સ્પીકર ઓડિયો સિસ્ટમ અને હાઇટ એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય કારમાં સેફ્ટી માટે 6 એરબેગ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. માર્કેટમાં ફોક્સવેગન વર્ટસનો મુકાબલો હ્યુન્ડઈ વરના, હોન્ડા સિટી અને મારૂતિ સુઝુકીની સિયાઝથી થાય છે. ફોક્સવેગન વર્ટરની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 11.56 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 19.41 લાખ રૂપિયા સુધી જાય છે. આ પણ વાંચોઃ Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન કંઈક આવું છે કારનું પાવરટ્રેન બીજીતરફ પાવરટ્રેનની વાત કરીએ તો ફોક્સવેગન વર્ટસમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 115bhp નો મહત્તમ પાવર અને 178Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ સિવાય કારમાં 1.5 લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 150bhp નો મહત્તમ પાવર અને 250Nm નો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. કારના એન્જિનને મેનુઅલ અને ઓટોમેટિક, બંને ગિયરબોક્સથી જોડવામાં આવ્યું છે. કંપની 1.0 લીટર મેનુઅલ વેરિએન્ટમાં 19.40 kmpl, 1.0-લીટર ઓટોમેટિક વેરિએન્ટમાં 18.12 kmpl અને 1.5 લીટર ડીસીટી વેરિએન્ટમાં 18.67 kmpl માઇલેજ આપવાનો દાવો કરે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.