GUJARATI

કરોડપતિ બનવું ઠીક છે... પરંતુ વૈભવ સૂર્યવંશી આ વાતની છે વધારે ખુશી, કહી મનની વાત

Vaibhav Suryavanshi: 13 વર્ષનો યુવા વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમવા માટે ઉત્સુક છે. ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેના કરતા પણ વધારે ખુશી વૈભવને દ્રવિડની કોચિંગ હેઠળ રમવાની છે. સૂર્યવંશી નાની ઉંમરમાં આઈપીએલની હરાજીમાં વેચાયેલો ખેલાડી બની ગયો હતો. સૂર્યવંશીએ કહ્યું કે, તે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સૂર્યવંશીએ શું કહ્યું? સૂર્યવંશીએ પીટીઆઈને કહ્યું કે, 'હું ખરેખર ખુશ છું કે મને આઈપીએલમાં રમવાની તક મળી રહી છે. હું આઈપીએલમાં રમવા કરતાં રાહુલ દ્રવિડ સરના માર્ગદર્શન હેઠળ રમવા માટે વધુ ઉત્સાહિત છું. હું તેના કોચિંગ હેઠળ રમવા માટે ખુશ છું. IPL માટે મારી પાસે કોઈ રણનીતિ નથી. હું રમતો આવ્યું છું તેવી રીતે જ રમીશ. મોંઘવારીમાં થયો ઘટાડો, RBI માટે રાહતના સમાચાર... જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ સસ્તી અંડર-19માં ભારતની હાર ભારતીય ટીમને તાજેતરમાં અંડર-19 એશિયા કપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલમાં બાંગ્લાદેશ સામે હારીને ટીમ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. ટુર્નામેન્ટમાં સૂર્યવંશીની શાનદાર બેટિંગ જોવા મળી હતી. તેમણે એક પછી એક જોરદાર ઇનિંગ્સ રમી. સૂર્યવંશીએ ભારતની હાર બાદ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક-બે નહીં પરંતુ 14 કાર પર મળી રહ્યુ છે બમ્પર ડિસ્કાઉન્ટ,કારની ખરીદી પર થશે લાખો બચત સૂર્યવંશીએ શું કહ્યું? સૂર્યવંશીએ એક વીડિયોમાં પીટીઆઈને કહ્યું કે, 'હું એમ નહીં કહું કે અમે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું નથી. એવા દિવસો આવે છે જ્યારે ટીમની બેટિંગ પડી ભાંગે છે. ફાઇનલમાં અમારી સાથે આવું જ થયું. 199 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 118 રનના સ્કોર પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.