GUJARATI

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણય

નવી દિલ્હીઃ તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ને લઈને દરેક ફ્રેન્ચાઇઝીઓએ રિટેન્શન લિસ્ટ જાહેર કરી દીધું છે. ઘણા મોટા ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવ્યા છે. તેમાં રિષભ પંત, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા સિતારા પણ સામેલ છે. કેપ્ટન હોવા છતાં આ ત્રણેય ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓએ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. રિટેન્શન બાદ હવે ક્રિકેટ ફેન્સની નજર ઓક્શનની તારીખ પર છે. આ વિશે મોટો ખુલાસો થયો છે. હકીકતમાં IPL 2025ના ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનના વેન્યૂ અને તારીખને લઈને મોટો ખુલાસો થયો છે. જાણવા મળી રહ્યું છે કે આઈપીએલ 2025 મેગા ઓક્શન આ મહિનાના અંતમાં થઈ શકે છે. સાઉદી અરબની રાજધાની રિયાદમાં મેગા ઓક્શન યોજાવાની સંભાવના છે. એએનઆઈએ પોતાના રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. IPL ઓક્શનની તારીખને લઈને ખુલાસો ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે IPL 2025 નું મેગા ઓક્શન રિયાદમાં 24 અને 25 નવેમ્બર વચ્ચે યોજાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મેગા ઓક્શન મિડલ ઈસ્ટના કોઈ મોટા શહેરમાં આ મહિનાના અંતમાં યોજાઈ શકે છે, જે હવે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ મેગા ઓક્શનમાં અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો નિર્ણય પણ થવાનો છે. IPL 2025 ના ઓક્શન પહેલા રિટેન કરવામાં આવેલા ખેલાડીઓનું લિસ્ટ ચેન્નાઈ સુપર કિંગ્સ: રૂતુરાજ ગાયકવાડ, મતિશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ ગુજરાત ટાઇટન્સ: રાશિદ ખાન, શુભમન ગિલ, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સઃ રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહ, લખનૌ સુપર જાયન્ટ્સ: નિકોલસ પુરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદૌની મુંબઈ ઈન્ડિયન્સ: જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ પંજાબ કિંગ્સ: શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.