GUJARATI

Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું, ઝડપથી મળશે રીઝલ્ટ

Weight Loss: દોડધામવળી લાઈફ સ્ટાઈલના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવા લાગે છે. ખોટી આહારશૈલી અને બેઠાડું દિનચર્યાના કારણે શરીર અનેક સમસ્યાનું ઘર બની જાય છે જેમાં સૌથી વધારે જોવા મળે છે બેલીફેટની સમસ્યા. બેઠાડું જીવનશૈલીના કારણે પેટ અને કમર પર ચરબી ઝડપથી જામવા લાગે છે. શરીરના આ ભાગ પર જામેલી ચરબીને પ્રાકૃતિક ઉપાયની મદદથી ઉતારી શકાય છે. આ પણ વાંચો: White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ ઘરના રસોડામાં જે જીરું હોય છે તેની મદદથી તમે પેટ અને કમરની ચરબીની સમસ્યાને દૂર કરી શકો છો. રોજ જીરાનું પાણી પીવાથી વધારે વજનથી લઈને કેટલીક ગંભીર સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ જીરુંનું પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે અને આ પાણી તૈયાર કેવી રીતે કરવું. જીરુંનું પાણી પીવાના ફાયદા આ પણ વાંચો: શિયાળામાં વધારે ફાટવા લાગે સ્કિન તો અજમાવો આ ઘરેલુ નુસખા, મિનિટોમાં ખીલી જશે ત્વચા પાચન સુધરશે જીરાનું પાણી પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેમાં એવા એન્જાઈમ હોય છે જે પાચન ક્રિયાને વધારે છે. જીરુંનું પાણી પીવાથી ભોજનનું પાચન સુચારું રીતે થાય છે. જીરુંનું પાણી પીવાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. વજન ઘટે છે જીરુંનું પાણી વજન ઘટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે. તેમાં એવા એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફેમેટરી ગુણ હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. તેનાથી કેલરી ઝડપથી બળે છે. તેનાથી વારંવાર ભૂખ પણ લાગતી નથી. આ પણ વાંચો: Skin Care: ત્વચાની ભલાઈ ઈચ્છતા હોય તો આ 5 સ્કિન કેર હૈક્સ ક્યારેય ટ્રાય ન કરવા ઈમ્યુનિટી બુસ્ટ થશે જીરાનું પાણી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તે ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી સંક્રમણ અને બીમારીઓ સામે બચવામાં મદદ મળે છે. જીરામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે હાનિકારક બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. ત્વચા માટે ફાયદાકારક જીરુંનું પાણી ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. જીરુંનું પાણી પીવાથી ખીલ, ડાઘ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ સામે લડવામાં મદદ મળે છે. આ પણ વાંચો: Teeth Whitening Tips: મોતી જેવા સફેદ ચમકતા દાંત માટે અજમાવી જુઓ આ સરળ ઘરેલુ નુસખા આ સિવાય જીરુંનું પાણી પીવાથી ચિંતા ઓછી થાય છે. તેમાં એવા તત્વ હોય છે ઊંઘની ગુણવત્તા સુધારે છે. જીરુંનું પાણી મહિલાઓ માટે ફાયદાકારક છે. માસિક સમયે થતા દુખાવાની સમસ્યાને જીરુંનું પાણી ઓછી કરે છે. જીરુંનું પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જીરુંનું પાણી કેવી રીતે બનાવવું અને ક્યારે પીવું ? એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરૂં રાત્રે પલાળી દેવું. સવારે આ પાણીને બરાબર ઉકાળો. પાણી ઉકાળી ગયા પછી તેને ગાળી તેમાં લીંબુ ઉમેરીને તે હુંફાળું હોય ત્યારે પી લેવું. સવારે ખાલી પેટ જીરાનું પાણી આ રીતે પીશો તો વજનમાં ઘટાડવાથી લઈને પાચનમાં સુધારા સુધીના ફાયદા જોવા મળશે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.