GUJARATI

હવાઈ મુસાફરીમાં પેરાશૂટ સાથે રાખવાનું ક્યારથી શરૂ થયું? જાણો પેરાશૂટનો રોચક ઈતિહાસ

History of Parachute: 21મી સદી આધુનિક સદી તરીકે ઓળખાય છે. દરેક ક્ષેત્રમાં દરરોજ અવનવી શોધ થઈ રહી છે. સમયની સાથે લોકોના સપના પણ સાકાર થઈ રહ્યા છે. જેથી આજે લોકો વગર પ્લેને આકાશી સફર કરી શકે છે. પેરાશૂટને ઉડતું જોઈને મનમાં એક સવાલ જરૂર થાય કે આની શોધ કોણે કરી હશે. આ અનોખી ટેક્નોલોજીને ક્યારે શોધાઈ હશે. કેમ વાયુસેનાના વિમાનમાં ચાલક ક્યારે પેરાશૂટ વગર નથી ભરતા ઉડાન. પેરાશૂટની પહેલી ઉડાન ક્યારે ભરાઈ હશે. આજ તમને આવા જ સવાલ અંગેની સંપૂર્ણ માહિતી આપવી છે. તો આવો જોઈએ કે પેરાશૂટની શોધ ક્યારે થઈ. આમ તો 18મી સદી આધુનિક શોધ માટેની શરૂઆત માનવામાં આવે છે. 18મી સદીમાં અનેક એવી શોધ થઈ છે જે આગળ જતા ખુબ જ ઉપયોગી બની છે. જેમાંથી એક છે પેરાશૂટ, પેરાશૂટ ઈમરજન્સી સ્થિતિમાં સુરક્ષા આપવા માટેનું સૌથી શ્રેષ્ઠ હથિયાર માનવામાં આવે છે. એટલે જ તો પેરાશૂટનો ઉપયોગ સહેલાણીઓથી માંડીને જવાનો માટે કરવામાં આવે છે. ક્યારે થઈ પેરાશૂટની શોધ- પેરાશૂટને જોઈને તેનો ઈતિહાસ જાણવાની દરેકને ઈચ્છા થાય છે. પેરાશૂટની શોધ બાદ લોકોના મનમાંથી નીચે પડવાનો ડર નીકળી ગયો છે. પેરાશૂટ એક એવું વૈજ્ઞાનિક ઉપકરણ છે જેને ઈમરજન્સીમાં ઉડતા પ્લેનમાંથી સુરક્ષાપૂર્વક માણસને ધરતી પર પહોંચાડે છે. વર્ષ 1783માં પેરાશૂટની શોધ આંદ્રે ગાર્નેરિને કરી હતી. પેરાશૂટનો ઈતિહાસ- દુનિયામાં સૌથી પહેલાં સત્તાવાર રીતે પેરાશૂટ બનાવવાનો શ્રેય ફ્રાંસના લુઈ સેબ્રસ્તિયન લેનોર્માને જાય છે. જેણે વર્ષ 1783માં પ્રથમ વખત પેરાશૂટનું સાર્વજનિક પ્રદર્શન કર્યું. આ પેરાશૂટ લાકડીની મદદથી કાપડ નાખી બનાવવામાં આવ્યો હતો. તો 15મી સદીમાં લીઓનાર્ડો દા વિન્સીએ પેરાશૂટની કલ્પના કરી ચિત્ર બનાવ્યું હતું. લીઓનાર્ડો દા વિન્સી પેરાશૂટની ડિઝાઈનને ધ્યાનમાં રાખી હોમો વોલંસ નામું પેરાશૂટ બનાવ્યું હતું. જેને પહેલા વર્ષ 1617માં બ્રાંસિસે વેનિસ ટાવરથી છલાંગ લગાવી હતી. એ સમયે આવી રીતે આકાશમાંથી છલાંગ લગાવી સરળ કામ નહોંતું. 1785માં પહેલાં પેરાશૂટનો થયો ઉપયોગ- વર્ષ 1785માં ફ્રાંસના નાગરિક જીન-પિયર બ્લેન્હાર્ડ પ્રથમ વખત ઈમરજન્સીમાં પેરાશૂટનો પ્રયોગ કર્યો હતો. આકાશમાં ઉડી રહેલા એર બલૂનમાંથી એક ટોપલીમાં શ્વાનને જમીન પર સફળતા પૂર્વક ઉતાર્યો હતો. આ સફળતા બાદ જીન-પિયર બ્લેન્હાર્ડે સિલ્કના કાપડમાંથી પેરાશૂટ બનાવ્યું હતું. 1797માં આવ્યો છીદ્રોવાળો પેરાશૂટ- વર્ષ 1797માં ફ્રાંસના આંદ્રે ગાર્નેરિને 3 હજાર ફૂટની ઊંચાઈએથી સફળ છલાંગ લગાવી હતી. જેમાં પેરાશૂટની ધ્રુજારી ઓછી કરવા થોડા સુધારા કરવામાં આવ્યા હતા. જેથી 1797માં પ્રથમ છીદ્રોવાળું પેરાશૂટ અસત્વમાં આવ્યું. તો વર્ષ 1837માં લંડનમાં બોક્સ હાલ ગાર્ડનમાં રોબોર્ટ કાકિંગે પેરાશૂટ ઉડાવીને પ્રદર્શન કર્યું હતું. જોકે 5 હજાર ફૂટથી છલાંગ લગાવ્યા બાદ લાકડીનો ઢાંચો તૂટી જતા રોબર્ટનું મોત થયું હતું. સમયની સાથે પેરાશૂટનો કાપડ બદલાયો- શરૂઆતમાં લાકડીના ઢાંચાની સાથે કાપડનો ઉપયોગ કરી પેરાશૂટ બનાવવામાં આવતું હતું. પરંતુ ફાન ટાસલે સૂતરના કાપડોનો ઉપયોગ કરી છત્રીના આકારનું પેરાશૂટ બનાવ્યું હતું. જે ખુબ જ લોકપ્રિય પણ થયો હતો. ત્યાર બાદ થોડા સમય બાદ પેરાશૂટ બનાવવા સૂતરના બદલે સિલ્ક કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો. જેનાથી પેરાશૂટનું વજન ઓછું થયું અને વધુ મજબૂત બન્યું. હાલ પેરાશૂટ બનાવવા નાયલોનનું ઉપયોગ કરવામાં આવે છે. પેરાશૂટનો ઉપયોગ- બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકી કૈનિકોએ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા પેરાશૂટનો ઉપયોગ કર્યો હતો. અમુક વિસ્તારમાં જ્યાં લડાકૂ વિમાન ના પહોંચી શકે તેના માટે પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુદ્ધમાં દુશ્મનોના વિસ્તારમાં સૈનિકો, ભોજન અને દારૂગોળો પહોંચાડવા પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે અંતરિક્ષ યાત્રીઓને સુરક્ષીત રીતે જમીન પર ઉતારવા માટે પણ પેરાશૂટનો ઉપયોગ થાય છે. તો દરિયા કિનારે આકાશી સફર માણવા પેરાશૂટનો ઉપયોગ થાય છે. એટલું જ નહિ પણ વૈજ્ઞાનિકો અને જંગલનું ઉપરથી નિરીક્ષણ કરવા પણ પેરાશૂટનો ઉપયોગ થાય છે. પેરાશૂટની રસપ્રદ કહાની- વર્ષ 1937માં સૌથી પહેલાં રશિયાના આર્કેટિક સંશોધન કરી રહ્યા હતા ત્યારે પ્લેનને બર્ફ પર ઉતારવા પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બર્ફની સપાટી લીસી હોવાથી પ્લેન ઉતરી નથી શકતું. પરંતુ પેરાશૂટની મદદથી બર્ફ પર પ્લેનને રોકવામાં સફળતા મળી હતી. બીજા વિશ્વ યુદ્ધમાં પેરાશૂટના ઉપયોગથી અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. આજના સમયમાં તો એટલા મોટા મોટા પેરાશૂટ બને છે કે ઈમરજન્સીના સમયે આખા પ્લેનને હવામાં લટકાવી સુરક્ષીત રીતે નીચે ઉતારી શકાય છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.