GUJARATI

IPL 2025: ઓક્શનમાં સૌથી વધુ પૈસા સાથે ઉતરશે પંજાબ કિંગ્સ, માત્ર આ બે ખેલાડીઓને કરશે રિટેન

Punjab Kings not retain Arshdeep Singh: આઈપીએલ 2025માં ખેલાડીઓનું રિટેન્શન લિસ્ટ બીસીસીઆઈને સોંપવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. તે પહેલા કઈ ટીમ કયા ખેલાડીઓને રિટેન કરશે તેની સતત ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે એક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું કે પંજાબ કિંગ્સ શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને રિટેન કરી શકે છે. આ યાદીમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ પણ સામેલ નથી. ક્રિકબઝ અનુસાર પંજાબ ઓક્શનમાં સૌથી વધુ પૈસા સાથે ઉતરવાની છે. ટીમ પાસે એવા ઘણા ખેલાડી છે, જે રિટેન કરી શકાય છે. પરંતુ અપડેટ છે કે પંજાબ શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહના રૂપમાં માત્ર બે અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરી શકે છે. જો પંજાબ માત્ર 2 અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરે છે તો ઓક્શન દરમિયાન તેના પર્સમાં 112 કરોડ રૂપિયા બચશે. રિપોર્ટ અનુસાર પંજાબના મેનેજમેન્ટનું માનવું છે કે અર્શદીપ 18 કરોડ રૂપિયામાં રિટેન થવાનો હકદાર નથી. એક નવું અપડેટ તે પણ આવ્યું કે પંજાબ કિંગ્સના હેડકોચ રિકી પોન્ટિંગ, સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવવા ઈચ્છે છે. આ પણ વાંચોઃ મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલ અર્શદીપ સિંહ 2019 થી પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો છે અને 2021 સુધી તે 20 લાખ રૂપિયાના પગારથી રમ્યો હતો. પરંતુ 2022માં તેમનો પગાર વધીને 4 કરોડ રૂપિયા થઈ ગયો. હવે જો તેને IPL 2025 માટે 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવે તો તેનો પગાર ચાર ગણો વધી જશે. IPLની છેલ્લી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અર્શદીપ સિંહ ટોપ-10માં હતો. તેણે IPL 2024માં 14 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. પંજાબે અર્શદીપને જાળવી ન રાખવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તેણે ગત સિઝનમાં 10 કરતા વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.