GUJARATI

વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

Supreme Court: સરકાર જનકલ્યાણ અને વિકાસકામોના નામે હવે કોઈની ખાનગી પ્રોપર્ટી પર કબજો નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટના 9 જજોની બેંચે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. એક પ્રકારે આ ચૂકાદાની સરકારની શક્તિ પહેલાં કરતા થોડી સિમિત થઈ જશે. સુપ્રીમમાં આજે મોટો ચૂકાદો આવ્યો છે. ચીફ જસ્ટિસ (Chief Justice) ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી 9 જજોની બંધારણીય બેંચે ખાનગી સંપત્તિને (private property) લઈને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. આની દૂરગામી અસરો લાંબાગાળા સુધી થશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, સરકાર જન કલ્યાણના નામે કોઈની ખાનગી સંપત્તિ પર કબજો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના (Supreme Court) 9 જજોની બેન્ચે અંગત સંપત્તિને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. બંધારણીય બેંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે વ્યક્તિના તમામ અંગત સંસાધનોને સમુદાયના માની શકાય નહીં. SC એ પ્રશ્ન પર ચુકાદો આપ્યો કે શું રાજ્ય જનકલ્યાણ માટે ખાનગી મિલકત પર કબજો કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે 1978 પછીના ચુકાદાઓને ઉથલાવી દીધા હતા જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને સરકાર જાહેર કલ્યાણના નામે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે. મુખ્ય ન્યાયાધીશે સાત ન્યાયાધીશોની બહુમતીનો નિર્ણય લખીને કહ્યું કે તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી અને તેથી તે સરકારો દ્વારા કબજે કરી શકાય નહીં. જસ્ટિસ બીવી નાગરથ્ના સાથી ન્યાયાધીશો સાથે અમુક અંશે સંમત હોય તેવું લાગતું હતું પરંતુ જસ્ટિસ સુધાંશુ ધુલિયા આના પર અસંમત હતા. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે નક્કી કરવાનું હતું કે શું ખાનગી મિલકતોને બંધારણની કલમ 39(b) હેઠળ 'સમુદાયના ભૌતિક સંસાધનો' ગણી શકાય અને આમ 'સામાન્ય ભલાઈ' માટે રાજ્યના નિયંત્રણને આધીન તે સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવશે? સુપ્રીમના ચૂકાદાના મહત્વનાં અવલોકનો: - સુપ્રીમ કોર્ટના (Supreme Court) બહુમતી નિર્ણયે જસ્ટિસ કૃષ્ણા અય્યરના અગાઉના નિર્ણયને ફગાવી દીધો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ ખાનગી માલિકીના સંસાધનો સરકાર હસ્તગત કરી શકે છે. - જજોની બહુમતીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે તે જૂનો નિર્ણય વિશેષ આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો. - સુપ્રીમ કોર્ટના (Supreme Court) બહુમતી નિર્ણય અનુસાર, તમામ ખાનગી માલિકીના સંસાધનો સરકાર હસ્તગત કરી શકતી નથી. - Private properties: સુપ્રીમે જણાવ્યું હતું કે, સરકાર આમ છતાં એવા સંસાધનો પર દાવો કરી શકે છે જે લોકોના ભલા માટે ભૌતિક અને સમુદાયની માલિકીના હોય. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.