GUJARATI

SA vs IND: સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન

India vs South Africa 1st T20, India Playing 11: ભારતીય ક્રિકેટ ટીમ હવે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ચાર મેચની ટી20 સિરીઝ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ 8 નવેમ્બરે રમાશે. બંને ટીમ ડરબનમાં ટકરાશે. અભિષેક શર્મા અને સંજૂ સેમસન કરશે ઓપનિંગ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમનાર ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં પસંદ કરવામાં આવ્યા નથી. એક વાર ફરી ટી20 સિરીઝ માટે યુવા ટીમ પસંદ કરવામાં આવી છે. જે ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ રમી હતી, લગભગ તે ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી20માં વિકેટકીપર બેટર સંજૂ સેમનસ અને અભિષેક શર્મા ઈનિંગની શરૂઆત કરશે. ત્યારબાદ ત્રણ નંબર પર તિલક વર્મા રમી શકે છે. તિલકની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ચાર નંબર પર કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેદાનમાં ઉતરશે. આ બોલિંગ વિકલ્પ ઉતરી શકે છે મેદાનમાં પાંચ નંબર પર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને છ નંબર પર રિંકૂ સિંહ ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે. આ બંને ખેલાડીઓ પર ઝડપથી રન બનાવવા અને મેચ ફિનિશ કરવાની જવાબદારી હશે. ત્યારબાદ અક્ષર પટેલ રમી શકે છે. બોલિંગની વાત કરીએ તો હાર્દિક પંડાયના રહેવાથી ટીમમાં માત્ર બે ફાસ્ટ બોલર રહી શકે છે. સાથે રવિ બિશ્નોઈ અને વરૂણ ચક્રવર્તી બે મુખ્ય સ્પિનર રહી શકે છે. આ રીતે ભારતની પાસે બોલિંગમાં કુલ છ વિકલ્પ હશે. અર્શદીપ સિંહ, આવેશ ખાન અને હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલિંગ સંભાળશે. તો વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને અક્ષર સ્પિન વિભાગ સંભાળશે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન- અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને અવેશ ખાન. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.