IND W vs WI W 1st T20I Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝનો પ્રથમ મુકાબલો નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 49 રને પરાજય આપ્યો છે. લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. મેચમાં ભારતની જીત અપાવવામાં જેમિમા રોડ્રિગ્સ, સ્મૃતિ મંધાના અને તિતાસ સાધુનું મહત્વનું યોગદાન રહ્યું હતું. બેટિંગ કરતા જેમિમા રોડ્રિગ્સે 35 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 73 રનની ઈનિંગ રમી હતી. રોડ્રિગ્સ રન આઉટ થઈ હતી. તો બોલિંગ કરતા તિતાસ સાધુએ 4 ઓવરમાં 37 રન આપી ભારત માટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે બનાવ્યો વિશાળ સ્કોર મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે તેના માટે ખોટો સાબિત થયો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 195-4 રન બનાવ્યા હતા. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માટે કરિશ્મા રામહરૈકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. A win by 49 runs in the 1st T20I 🙌 #TeamIndia take a 1-0 lead in the three-match T20I series 👏👏 Scorecard ▶️ #INDvWI | @IDFCFirstbank pic.twitter.com/VcsMjUQuVY — BCCI Women (@BCCIWomen) December 15, 2024 ભારત તરફથી સ્મૃતિ મંધાના અને ઉમા છેત્રીએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ઉમા છેત્રી 26 બોલમાં 4 ચોગ્ગા સાથે 50 રન બનાવી આઉટ થઈ હતી. તો સ્મૃતિ મંધાનાએ 33 બોલમાં 7 ચોગ્ગા અને બે સિક્સ સાથે 54 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમાએ 35 બોલમાં 9 ચોગ્ગા અને બે સિક્સ સાથે 73 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રિચા ઘોષએ 14 બોલમાં 2 ચોગ્ગા અને એક સિક્સ સાથે 20 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 11 બોલમાં 13 અને સંજીવન સંજના 1 રન બનાવી અણનમ રહી હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાત સરકારે બોર્ડની પરીક્ષાના નિયમમાં કર્યો મોટો બદલાવ, હવે બદલી શકાશે ગ્રૂપ
December 24, 2024મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો જોવા મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે...
December 24, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
Alum and coconut oil: ફટકડી અને નાળિયેર તેલથી ત્વચા પર આવશે ગ્લો અને વાળ થશે કાળા, આ રીતે કરો ઉપયોગ
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Gond Laddu: શિયાળામાં રોજ ખાઈ લો 1 લાડુ, ઠંડીમાં બીમાર નહીં પડો, એકદમ સરળ છે રીત
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.