GUJARATI

2025માં કેવી રહેશે શેર બજારની ચાલ? બે દિગ્ગજ ફર્મોએ કરી દીધી ભવિષ્યવાણી, તમે પણ જાણો

નવી દિલ્હીઃ 2024માં ભારતીય શેર બજારે શાનદાર રિટર્ન આપ્યું, જેનાથી ઈન્વેસ્ટરોને સારી કમાણી થઈ છે. હવે સવાલ છે કે 2025 શેર બજાર માટે કેવું રહેવાનું છે? શું તે પણ 2024ની જેમ બમ્પર રિટર્ન આપશે કે રોકાણકારોને નિરાશ કરશે? આ વિશે દેશ અને વિદેશની મોટી-મોટી ફર્મ પોતાનો આઉટલુક પ્રસ્તુત કરી રહી છે. બધાનું કહેવું છે કે 2025માં ઈન્વેસ્ટરોને તેવું રિટર્ન મળશે નહીં, જેવું 2024માં મળ્યું છે. તુલનાત્મક રૂપથી શેર બજાર ધીમું ચાલશે, પરંતુ કેટલાક સેક્ટર એવા છે જ્યાં તેજી જોવા મળી શકે છે. પહેલા વાત કરીએ દેશની બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝની. આ ફર્મે ઈન્વેસ્ટરોને સતર્ક રહેવાની સલાહ આપી છે. તેના નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ લાલચ અને હાઈ રિટર્નની આશા કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. HDFC સિક્યોરિટીઝના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO ધીરજ રેલીનું કહેવું છે કે બજારે સતત મજબૂત પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે ઈન્વેસ્ટરોએ પોતાની આશા ઓછી કરવી જોઈએ. લાંબા ગાળામાં પોઝિટિવ HDFC સિક્યોરિટીઝે લોન્ગ ટર્મ રોકાણ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ઈક્વિટી, અન્ય ક્લાસની તુલનામાં સારૂ પ્રદર્શન કરશે. ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, જનસાંખ્યિકી લાભ અને મધ્યમ વર્ગનો વિસ્તાર બજારની રિકવરીમાં મજબૂત આધાર બનશે. કંપનીએ નિફ્ટી 50 માટે 2025ના અંત સુધી 26,482 પોઈન્ટનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે વર્તમાન સ્તર 23,951.70 થી 10 ટકાની વધુ વૃદ્ધિ દર્શાવે છે. પરંતુ આ વૃદ્ધિ 2024ના મુકાબલે ધીમી હોઈ શકે છે. આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે રાહત આપતી મોટી ખબર, આજે ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ વિદેશી ફર્મે શું કહ્યું? ગ્લોબલ ફર્મ ગોલ્ડમૈન સોક્સે પણ 2025નો પોતાનો આઉટલુક જારી કર્યો છે. તેણે આવનારા ત્રણ મહિના માટે 24,000 (+2 ટકા) નો ટાર્ગેટ આપ્યો છે. તેણે આખા વર્ષ માટે નિફ્ટીનો ટાર્ગેટ 27000નો આપ્યો છે. તેણે જણાવ્યું કે ગ્રોથ ધીમો રહી શકે છે, પરંતુ હાઉસિંગ, એગ્રીકલ્ચર, ડિફેન્સ અને ટૂરિઝ્મ સેક્ટર પૈસા બનાવી આપી શકે છે. ઈન્વેસ્ટરો માટે ચેતવણી અને સલાહ HDFC સિક્યોરિટીઝની રેલીએ ચેતવણી આપી કે ઘણા નવા ઈન્વેસ્ટરોએ 2020 બાદ બજારમાં પ્રવેશ કર્યો છે અને તેને મોટા ઘટાડાનો અનુભવ નથી. આનાથી તેઓ શક્ય બજાર કરેક્શન માટે સંવેદનશીલ બની શકે છે. ગભરાટમાં વેચનારા રોકાણકારોને અચાનક ઘટાડાને કારણે નુકસાન થઈ શકે છે. તેમ છતાં HDFC સિક્યોરિટીઝનું માનવું છે કે બજારમાં શોર્ટ ટર્મમાં આવનાર ઉતાર-ચડાવથી લોન્ગ ટર્મના ગ્રોથમાં સમસ્યા થશે નહીં. રોકાણકારોને સલાહ આપવામાં આવી કે તે પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવે અને ધૈર્યપૂર્વક લાંબાગાળાની દ્રષ્ટિએ રોકાણ કરે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.