GUJARATI

વર્ષો સુધી અજાણ્યા લોકો દ્વારા પત્નીનો રેપ કરાવનારા હેવાનને મળી 20 વર્ષની સજા, પુત્રીએ કહ્યું- કૂતરાના મોતે મરશો

ફ્રાન્સની કોર્ટે 72 વર્ષના ડોમિનિક પેલિકોટને 20 વર્ષની સજા ફટકારી છે. તે તેની તેની પૂર્વ પત્ની ગિસેલે પેલિકોટને નશીલો પદાર્થ આપવાનો અને અજાણ્યાઓ દ્વારા રેપ કરાવવાના ગુનામાં દોષિત ઠર્યો. આ જઘન્ય ખેલ 10 વર્ષ સુધી ચાલ્યો. જેમાં 50થી વધુ પુરુષો પણ સામેલ હતા. જે વિવિધ આરોપોમાં દોષિત ઠર્યા છે. ગિસેલે અને તેના ત્રણ બાળકોની હાજરીમાં આ ચુકાદો સંભળાવવામાં આવ્યો. કોર્ટમાં ડોમિનિકની પુત્રી કેરોલિન ડેરિયને ગુસ્સામાં તેના પિતાને 'કૂતરાની જેમ મરવા'ની વાત કરીને પોતાનો આક્રોષ પ્રગટ કર્યો. ડોમિનિટે પોતાના અંતિમ નિવેદનમાં કહ્યું કે હું મારી પુત્રીની આંખોમાં જોવા માંગુ છું અને તેને જણાવવા માંગુ છુ કે મે (તેની સાથે) કશું કર્યું નથી. ભલે તે મને અત્યારે પ્રેમ ન કરે, હું હંમેશા તેને પ્રેમ કરતો રહીશ. મને ખબર છે કે મે શું કર્યું અને શું નથી કર્યું. ગિસેલે પેલિકોટનું નિવેદન ગિસેલેએ કોર્ટની બહાર પોતાના ત્રણેય બાળકો અને પૌત્ર- પૌત્રીઓના ભવિષ્ય તરફ ઈશારો કરતા કહ્યું કે આ લડાઈ મે મારા પરિવાર અને આ ત્રાસદીથી પ્રભાવિત લોકો માટે લડી. આ એક અઘરી પરીક્ષા હતી પરંતુ હવે આપણે આગળ વધવાનું છે. ડોમિનિક પેલિકોટની સાથે 50 અન્ય આરોપીઓ ઉપર પણ કેસ ચાલ્યો. બધાને વિવિધ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને જેલની સજા થઈ. ડોમિનિક પેલિકોટ સંલગ્ન કેસ ફ્રાન્સની ન્યાય પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. જ્યાં પીડિતને ન્યાય અપાવવા માટે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. આ ઘટના ન્યાય, પરિવાર અને સામાજિક મૂલ્યો પર ઊંડો પ્રભાવ પાડે છે અને અપરાધીઓ માટે એક ચેતવણી સમાન છે. આ ઐતિહાસિક ચુકાદા બાદ ફ્રાન્સના લોકોએ રાહતના શ્વાસ લીધા. આ કેસ અંગે ઘણા દિવસ સુધી વિરોધ પ્રદર્શન પણ ચાલ્યા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.