GUJARATI

દેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત, ગુજરાતમાં પણ આટલા લોકોએ ગુમાવ્યા જીવ

નવી દિલ્હીઃ ભારતમાં રોડ-રસ્તા સારા બની રહ્યા છે... પરંતુ આ સુવિધા લોકો માટે જ મોટી મુસીબત બની રહી છે... કેમ કે છેલ્લાં 5 વર્ષમાં રોડ અકસ્માતમાં દેશના 7 લાખ 77 હજાર લોકોના મોત થયા છે... આ યાદીમાં ગુજરાત પણ પાછળ નથી... તે પણ 36 હજારથી વધારે લોકોના મોત સાથે 10મા નંબરે છે... ત્યારે કેમ ભારતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે?... કયા રાજ્યમાં કેટલાં લોકોએ રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો?... જોઈશું આ અહેવાલમાં... વર્ષ 2018 4,70,403 અકસ્માત વર્ષ 2019 4,56,959 અકસ્માત વર્ષ 2020 3,72,181 અકસ્માત વર્ષ 2021 4,12,432 અકસ્માત વર્ષ 2022 4,61,312 આ તમામ આંકડા તમે જોઈ રહ્યા છો તે તમામ માર્ગ અકસ્માતના છે... આ આંકડા બીજા કોઈ દેશ નહીં પરંતુ ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં નોંધાયેલા છે... દેશના લોકોની સુવિધા માટે જેમ-જેમ રોડ-રસ્તા સારા બની રહ્યા છે તેમ-તેમ માર્ગ અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે... એટલે સુવિધા હવે મોતનું બીજું સરનામું બની રહ્યું છે. દેશમાં છેલ્લાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7 લાખ 77 હજાર લોકોના મોત થયા છે... જે દર્શાવે છે કે ભારતમાં કેટલાં માર્ગ અકસ્માત થઈ રહ્યા છે... કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે દુનિયામાં રોડ અકસ્માતમાં ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ છે... હવે તમારા મનમાં એવો સવાલ થતો હશે કે કયા રાજ્યમાં માર્ગ અકસ્માતના કારણે સૌથી વધુ મોત થાય છે?... તો તેને ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ... ઉત્તર પ્રદેશમાં 1,08,882 લોકોનાં મોત... તમિલનાડુમાં 84,316 લોકોનાં મોત... મહારાષ્ટ્રમાં 66,370 લોકોનાં મોત... મધ્ય પ્રદેશમાં 58,580 લોકોનાં મોત... કર્ણાટકમાં 53,448 લોકોનાં મોત... રાજસ્થાનમાં 51,280 લોકોનાં મોત... આંધ્ર પ્રદેશમાં 39,058 લોકોનાં મોત... બિહારમાં 36,191 લોકોનાં મોત... તેલંગાણામાં 35,565 લોકોનાં મોત... ગુજરાતમાં 36,626 લોકોનાં મોત માર્ગ અકસ્માતમાં થયા... આ સિવાય બીજા રાજ્યોમાં પણ માર્ગ અકસ્માત અને મોતનો આંકડો ધીમે-ધીમે વધી રહ્યો છે.. જે મોટી ચિંતાનું કારણ છે... ત્યારે દેશમાં કેમ માર્ગ અકસ્માત વધી રહ્યા છે તેનો જવાબ પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આપ્યો... અકસ્માત અને મૃત્યુનો ડેટા દર્શાવે છે કે દેશના કુલ રોડ નેટવર્કના માત્ર 5 ટકા હાઈવે છે... પરંતુ 55 ટકાથી વધુ અકસ્માતો તેના પર જ થાય છે... જોકે રોડ અકસ્માતને ઘટાડવા માટે માત્ર સરકાર જ નહીં પરંતુ લોકોએ પણ સમજવાની જરૂર છે.. ભગવાને આપેલું જીવન અનમોલ છે... એટલે તેનું જતન કરવું જોઈએ... પરંતુ રોડ પર તમારી નાની અમથી ભૂલ બીજાનો જીવ લઈ શકે છે.. એટલે રોડ પર ડ્રાઈવિંગ કરતાં સમયે નિયમોનું પાલન કરીએ... સાવધાન રહીએ, સેફ રહીએ... સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.