GUJARATI

અરે વાહ! દેશના આ શહેરમાં હવે ભીખ માંગવી ગુનો, 1 જાન્યુઆરીથી નોંધાશે FIR, જાણો શું નિયમ?

Indore News: ઈન્દોર પ્રશાસને શહેરમાં ભીખ માંગવાની અને આપવાની સમસ્યા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જી હા.. 1 જાન્યુઆરીથી શહેરમાં ભીખ માંગતા લોકો સામે FIR નોંધવામાં આવશે. આ જાહેરાત ઈન્દોરના કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી, જેમણે આ નિર્ણયને સામાજિક સુધારણા માટેનું પગલું ગણાવ્યું હતું. તેમણે ઈન્દોરના લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિને ભિક્ષા ન આપો કારણ કે આવું કરવું માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ તે પાપના ભાગીદાર બનવા જેવું પણ છે. ભીખ માંગતી ટોળકીનો ખુલાસો કલેક્ટરે જણાવ્યું છે કે હાલમાં પ્રશાસને શહેરમાં સક્રિય ભીખ માંગનાર ઘણી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જે ટોળકી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું શોષણ કરે છે અને તેમણે મજબૂર કરીને ભીખ માંગવાનું કામ કરાવવામાં આવે છે. આ માત્ર માનવાધિકારોનું ઉલ્લંઘન જ નથી, પરંતુ સમાજમાં અસમંજસ અને ગુનાઓને પ્રોત્સાહન આપે છે. ભીખ માંગવાનું ગેરકાયદેસર નેટવર્ક આ ગેંગનું નેટવર્ક ખૂબ જ સંગઠિત છે, જે બળજબરીથી ભીખ માંગવા માટે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો ઉપયોગ કરે છે. ઘણા કિસ્સાઓમાં આ લોકો પીડિતોને તેમના ઘરેથી અપહરણ કરીને અથવા તેમની સાથે છેતરપિંડી કરીને આ કામ માટે દબાણ કરે છે. કલેકટરે તેણે ગંભીર ગુનો ગણાવતા જણાવ્યું હતું કે આવી ગેંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈન્દૌરવાસીઓને કરવામાં આવી અપીલ તંત્ર દ્વારા શહેરવાસીઓને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં ભીખ આપવામાં ના આવે. આમ કરવાથી ગેરકાયદે ગેંગને પ્રોત્સાહન તો મળે જ છે, પરંતુ સમાજમાં ખોટો સંદેશો પણ જાય છે. વહીવટીતંત્રે કહ્યું કે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ઘણી સરકારી અને બિનસરકારી યોજનાઓ ઉપલબ્ધ છે, જેના દ્વારા યોગ્ય રીતે મદદ કરી શકાય છે. જરૂરિયાતમંદો માટે વૈકલ્પિક ઉપાય ઈન્દોર પ્રશાસને એવી પણ સ્પષ્ટતા કરી છે કે ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે શહેરમાં ઘણી પુનર્વસન અને સહાય યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ ઘરવિહોણા અને ગરીબ લોકોને આશ્રય, ખોરાક અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વહીવટીતંત્રે નાગરિકોને વિનંતી કરી કે તેઓ જરૂરિયાતમંદોની મદદ માટે આ યોજનાઓનો સહારો લે, ના કે ભીખ આપીને... કાનૂની જોગવાઈઓ અને જાગૃતિ અભિયાન ભીખ માંગવા અને મંગાવતા રોકવા માટે વહીવટીતંત્ર શહેરમાં જાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યું છે. આ અંતર્ગત લોકોને પોસ્ટર, હોર્ડિંગ્સ અને સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવશે. કલેકટરે જણાવ્યું હતું કે આ નિયમ 1 જાન્યુઆરીથી અમલમાં આવશે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સામાજિક સુધારણા તરફ એક કદમ ઈન્દોર પ્રશાસનનું આ કદમ સમાજમાં વ્યાપ્ત એક મોટી સમસ્યાને દૂર કરવાની દિશામાં છે. આનાથી માત્ર ભીખ માગતી ટોળકી પર અંકુશ આવશે નહીં પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદોને યોગ્ય મદદ અને સન્માનપૂર્વક જીવન જીવવાની તક પણ મળશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.